________________
વિનય
૭૧
સૌને ગમે, “અભિમાન તો રાજા રાવણનું પણ રોળાઈ ગયું' – આવી આવી લોકોક્તિઓ પણ એ જ પુરવાર કરે છે કે આર્ય-સંસ્કૃતિમાં અભિમાનને મહાન દુર્ગણ તરીકે અને વિનયને મહાન સગુણ તરીકે સર્વત્ર સ્વીકારવામાં આવ્યો છે. જેમ જેમ સાધક પોતાની સાધનામાં આગળ વધે તેમ તેમ તેની દૃષ્ટિ વિશાળ થતી જાય છે અને બધામાં તેને પોતાના જેવો જ આત્મા દેખાય છે તેથી તેને બીજા કરતાં પોતાનું ઉચ્ચપણું-મોટાઈ-બડાશ સ્થાપવામાં રસ રહેતો નથી. જ્યાં આવી વૈજ્ઞાનિક અને વિવેકી દૃષ્ટિ ઉદય પામે છે ત્યાં સંતોના સૂરમાં તે પણ પોતાનો સૂર પુરાવે છે?
‘દાસ કહાવન કઠિન હૈ; મેં દાસનકો દાસ,
અબ તો ઐસા હો રહું કિ પાંવ તલકી ઘાસ.' હવે વિનયગુણની આરાધનાનું પારમાર્થિક ફળ જોઈએ. જે પુરુષ વિનયી હોય તે જ સાધુ-સંતોનો વારંવાર અને આયોજનપૂર્વક સમાગમ કરી તેમનો આદર-સત્કાર કરી શકે છે. જો સાચા સંતનો સુયોગ પ્રાપ્ત થઈ જાય અને તેઓને સાધકમાં ઉત્તમ પાત્રતા દેખાય તો તેઓ આત્મબોધનું દાન દે છે. આવા બોધમાં વારંવાર સ્નાન કરવાથી તત્ત્વવિચારની શ્રેણીએ ચડવાનું બળ ઉત્પન્ન થાય છે, જેના ફળરૂપે સાધક આત્માનુભવ પામી સંત બની જાય છે. આમ, ઉત્તમોત્તમ ફળની પ્રાપ્તિ વિનયગુણની આરાધનાથી થઈ શકે છે.
સાચા જ્ઞાનનો વિનય (જ્ઞાનવિનય), સાચા દર્શનનો વિનય (દર્શનવિનય), સાચા આચરણનો વિનય (ચારિત્ર્યવિનય) અને પ્રત્યક્ષ ન હોય તેવા પૂર્વાચાર્યો કે મહાપુરુષોનો (તેમના ચિત્રપટ કે સ્મારકાદિના અવલંબનથી) વિનય (ઉપચારવિનય), એમ વિનયના અનેક પ્રકાર સશાસ્ત્રોના આધારે વિશેષપણે જાણીને, સદ્દગુરુગમે, આરાધવા યોગ્ય છે.
વિનયનો મહિમા (૧) કોઈ પણ મનુષ્યની સાચી મહાનતાની પ્રથમ કસોટી તે તેનામાં રહેલી નમ્રતા છે.
(૨) જ્યારે આપણે નમ્રતામાં બહુ આગળ વધીએ છીએ ત્યારે આપણે મહત્તાના શિખરની બહુ નજીક હોઈએ છીએ.
(૩) વિનયથી ઘણું બધું પ્રાપ્ત થાય છે, છતાં તેને માટે કાંઈ કિંમત ચૂકવવી પડતી નથી.
(૪) નમ્રતા, પ્રેમપૂર્ણ વ્યવહાર અને સહનશીલતાથી જગતના સમસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org