________________
૭૨
સાધક-સાથી
લોકો આપણને વશ થઈ આપણા મિત્ર બની જાય છે.
(૫) જ્યાં આપવડાઈનો અસ્ત થાય છે ત્યાં સાચી પ્રતિષ્ઠાનો ઉદય થાય છે.
(૬) વિનય ઉન્નતિનું મૂળ છે, સર્વ સંપત્તિઓનું ધામ છે, સુયશને વધારનાર છે અને ધર્મરૂપી સમુદ્રમાં ભરતી લાવવા માટે ચંદ્ર સમાન છે.
(9) પોતાથી વિશેષ ગુણવાનનો વિનય કરવો તે આપણી ફરજ છે, સમકક્ષનો વિનય કરવો તે સજ્જનતા છે. અલ્પગુણવાનનો વિનય કરવો તે કુલીનતા છે અને સર્વનો વિનય કરવો તે સમદ્રષ્ટિ પ્રાપ્ત થયાનું દ્યોતક છે.
(૮) જેવી રીતે ફળની પ્રાપ્તિ થતાં વૃક્ષો નમી પડે છે અને નવા પાણીથી ભરાયેલાં વર્ષાઋતુનાં વાદળાંઓ નીચે આવી જાય છે તેવી રીતે વિવિધ સમૃદ્ધિને પામીને સજ્જન પુરુષો પરોપકાર કરવાના સ્વભાવવાળા થઈ જાય
છે.
૯) ગમે તેવું મહાન કાર્ય કર્યું હોય પણ જો અહંકારનો ઉદય થાય તો જાણવું કે કર્યું - કરાવ્યું સર્વ વ્યર્થ છે. અભિમાન વડે સઘળી રૂડી કરણી પર પાણી ફરી વળે છે.
(૧૦) સોનામાં સુગંધ ભળે તેમ વિદ્યામાં જો વિનય ભળે તો જાણવું કે મહાન પદની પ્રાપ્તિ થઈ છે.
(૧૧) કોઈને પણ પોતાનાથી હલકો જાણી તેની ધૃણા ન કરો. બીજાની સાથે સરખામણી કરી પોતાને ઉત્તમ-ઊંચા-માનવાની ટેવ છોડી દો.
- વિનય-આરાધનાનાં જીવંત દૃષ્ટાંતો
લગભગ એંશી વર્ષ પહેલાંની વાત.
શ્રી આત્મારામજી મહારાજ તીર્થરાજ પાલિતાણાની વંદના માટે પધાર્યા હતા. તેઓને સમાચાર મળ્યા કે તેમના ગુરુભાઈ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનું શરીર અસ્વસ્થ છે અને તેઓ ભાવનગરમાં સ્થિત છે. તીર્થવંદનાનું કાર્ય પતાવીને આત્મારામજી મહારાજે તરત શિષ્યપરિવાર સહિત ભાવનગર તરફ વિહાર કર્યો અને ગામના લોકોએ તેમનું સુંદર સ્વાગત કર્યું.
આ બાજુ વૃદ્ધિચંદ્રજી મહારાજને ખબર પડી કે આત્મારામજી મહારાજ કુશળ પૂછવા આવે છે એટલે તેઓ સામે તેમને મળવા ગયા. બંને ગુરુભાઈઓનું વાત્સલ્યપૂર્ણ મિલન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org