SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સાધક સાથી વેદિયો કહીને તેની હાંસી ઉડાવે છે, અપમાન કરે છે, તેને સમાજમાંથી બહિષ્કૃત કરે છે અથવા કેટલાક ક્રૂર અને અવિવેકી પુરુષો સાધકને આહાર-પાણીથી વંચિત કરે છે. તેના માર્ગમાં પથરા, કાંટા વગેરે અવરોધો ઊભા કરે છે તો ક્વચિત્ તેના શરીર ઉપર લાતો, તમાચા, લાકડી કે બીજાં ઘાતક શસ્ત્રો વડે પ્રહાર પણ કરે છે. જેઓને ઘરની બહાર એકાંતમાં એટલે કે તીર્થક્ષેત્રમાં વન-ઉપવન ઇત્યાદિ નિર્જન પ્રદેશમાં સાધના કરવાની હોય તેઓને કીડી, માખી, મકોડા, મચ્છર કે નાની જીવાતના ઉપદ્રવ આવી પડે છે. કોઈક વાર ઉંદર, વંદા, ખિસકોલી કે મોટાં હિંસક પ્રાણીઓ તરફથી પણ ત્રાસ આવી પડે છે. શારીરિક પીડા ઉપજાવવા ઉપરાંત વિવિધ પ્રકારનાં પશુપંખીઓના અવાજો વડે ધ્યાનમાં વિઘ્ન કે ભય ઊપજે એ પણ એક નોંધપાત્ર ઉપદ્રવ છે. કુદરતી પરિબળો પણ સાધકને વિઘ્નરૂપ બની શકે છે, જેમ કે અતિશય ઠંડી શિયાળામાં, સખત ગરમી ઉનાળામાં કે ધોધમાર વરસાદ ચોમાસામાં. વિવિધ પ્રકારના રોગોની શરીરમાં ઉત્પત્તિ થવી તે પણ એક કુદરતી આફત છે અને આ બાબતમાં સાધકે ખાસ સમતા રાખવાની છે. તેણે સાચી આત્મદશા કઈ હદ સુધી પ્રાપ્ત કરી છે તેની આ સૌથી પ્રત્યક્ષ, સૌથી વિકટ અને સૌથી નિકટની કસોટી છે. શરીરની રોગગ્રસ્ત દશામાં પણ જે સાચી સહનશીલતા દાખવે છે તે ખરેખરો સંતપુરુષ છે. વિશિષ્ટ સહનશીલતા ૩૦ જેટલું જેટલું વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન દૃઢ કર્યું હશે તેટલા તેટલા પ્રમાણમાં સાધકને કોઈ પણ પ્રકારનું દુઃખ કે વિઘ્ન આવી પડતાં પોતાનો જ દોષ દેખાશે. સાચો સાધક સંયોગનો, બહારની વ્યક્તિઓનો કે વસ્તુઓનો દોષ ન કાઢતાં પોતાનો જ દોષ જુએ છે અને તેથી તેને વિષમભાવની ઉત્પત્તિ થતી નથી. આમ સાચી સહનશીલતા રહે તે માટે બન્ને પ્રકારનો અભ્યાસ કરવો જોઈએ. સાચા જ્ઞાનનો અભ્યાસ અને વિપરીત સંજોગોમાં પણ ધીરજપૂર્વક શાંતિથી દુઃખોને સહી લેવાનો અભ્યાસ. આ બન્ને પ્રકારના અભ્યાસની પરિપક્વતાથી સાધક સિદ્ધયોગી એટલે કે સમત્વપ્રાપ્ત સ્થિતપ્રજ્ઞ પુરુષની દશાને પ્રાપ્ત કરે છે જે અધ્યાત્મસાધનાની ચરમ સીમા છે. - કુદરતી રીતે આવી પડેલા ઉપદ્રવો ઉપરાંત ઊંચી સાધક દશાવાળા પુરુષો સ્વેચ્છાએ શિયાળામાં નદીકાંઠે બેસીને, ઉનાળામાં પર્વતની શિલા ઉપર બેસીને કે કાંટા-કાંકરાવાળા રસ્તે ચાલીને સ્થિતપ્રજ્ઞ દશાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy