SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સહનશીલતા ૩૧ " મધ્યસ્થપણે પરીક્ષા કરે છે. ઉપસંહાર જેમ ખાણમાંથી નીકળેલી સુવર્ણરજને અનેક ભઠ્ઠીઓમાંથી પસાર થયા વિના શુદ્ધ સુવર્ણપણે પ્રાપ્ત થતું નથી, લોખંડના સળિયાને ખૂબ ગરમ કર્યા વિના જેમ તેને ઇચ્છેલો ઘાટ આપી શકાતો નથી, બહુ મેલું થઈ ગયેલું કપડું જેમ ખૂબ મસળ્યા વિના કે ધોકો લગાવ્યા વિના તદ્દન ચોખ્ખું થઈ શકતું નથી તેમ દીર્ધ કાળથી સેવેલી ઊંધી માન્યતા, ઊંધું જ્ઞાન અને ઊલટું આચરણ પણ આત્માને તપાવ્યા વિના – સહનશીલતા કેળવ્યા વિના – દૂર થઈ શકતાં નથી. આ કારણથી સહનશીલતાનો અભ્યાસ કરવાની દરેક કક્ષાના મુમુક્ષજનની ફરજ બની જાય છે. જેમ જેમ સમજણપૂર્વક સહન કરવામાં આવે છે તેમ તેમ આત્માનું બળ વધે છે અને તેમ તેમ આત્મજ્ઞાન-આત્મસંયમનો માર્ગ સિદ્ધ થઈ સાધકને સમાધિફળ આપતો જાય છે. અધ્યાત્મસાધનાની આધારશિલારૂપ આ સહનશીલતાનો ગુણ શું આપણે આરાધવા યોગ્ય નથી ? અર્થાતુ છે જ. સહનશીલતાનો મહિમા (૧) ભલા થઈને સહન કરવાનો માર્ગ ભલે વિકટ હોય તો પણ તે હંમેશાં ઉત્તમ ફળ આપનારો બને છે. (૨) જેમ જેમ અગ્નિમાં તપાવીએ તેમ તેમ સુવર્ણ વધારે ઉજ્જવળતાને પામે છે, ગમે તેટલી વખત શેરડી પીલીએ તો પણ તે પોતાનો મીઠાશનો સ્વભાવ છોડતી નથી, ગમે તેટલું ઘસીએ તો પણ ચંદન પોતાની શીતળતા છોડતું નથી તેમ અનેક પ્રકારની આકરી કસોટીઓ આવવા છતાં સજ્જન પુરુષો પોતાની સજ્જનતા છોડતા નથી અને સમભાવપૂર્વક સહન કરીને પોતાના લક્ષ્ય સુધી પહોંચી જાય છે. (૩) ખાણમાંથી નીકળેલા હીરાનો ચળકાટ અલ્પ જ હોય છે, પરંતુ જ્યારે તેને સાફ કરીને અનેક પ્રકારના પહેલા તેના ઉપર પાડવામાં આવે ત્યારે જ તેનો ચળકાટ વધી જાય છે, તેમ સાધકને પણ સંત બનતા પહેલાં અનેક કસોટીમાંથી પાર ઊતરવું પડે છે. (૪) સહનશીલતા અને પરોપકાર સનોનો સ્વભાવ છે. વૃક્ષ પોતે તડકો સહન કરી બીજાને છાંયો જ આપે છે અને ચંદનનું વૃક્ષ પોતાને કાપનાર કુહાડીની ધારને શીતળ અને સુગંધિત કરે છે, તેમ સજ્જન પુરુષો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy