________________
૩૨
અનેક વિપત્તિઓ આવવા છતાં પ્રેમ અને પરોપકારનો જ વ્યવહાર કરે છે.
(૫) વાદળાંઓ સમુદ્રનું ખારું પાણી લઈને જેમ મીઠા જળની વર્ષા કરે છે તેમ સજ્જન માણસો આપત્તિ સહીને પણ સજ્જનતાની જ વર્ષા કરે છે. સહનશીલતાનાં જીવંત દૃષ્ટાંતો [૧]
બંગાળના પ્રસિદ્ધ વિદ્વાન શ્રી વિશ્વનાથ શાસ્ત્રીને બીજા વિદ્વાનો તરફથી શાસ્ત્રચર્ચા માટેનું આમંત્રણ મળ્યું હતું. યથા સમયે શાસ્ત્રચર્ચા ચાલુ થઈ. શાસ્ત્રીજીના અગાધ પ્રજ્ઞાબળ અને સચોટ યુક્તિઓ સામે, સામા પક્ષના વિદ્વાનો એક પછી એક નિરુત્તર થવા લાગ્યા અને તેમનો પરાજ્ય નિશ્ચિત જણાવા લાગ્યો.
સાકસાથી
બીજો ઉપાય ન રહેવાથી એક વિદ્વાને પોતાની સૂંઘવાની તમાકુની ડબ્બી ઉઘાડી શાસ્ત્રીજીના મોં પર બધી તમાકુ ફેંકી. શાસ્ત્રીજીએ પોતાનો રૂમાલ કાઢી, મોં લૂછી કહ્યું : ‘આ તો વિષયાંતર થયું, ચર્ચા આગળ ચાલવા દો.’
સમસ્ત સભા સ્તબ્ધ થઈ ગઈ. વિપક્ષના પંડિતોએ તો વિચાર્યું હતું કે આ બનાવથી પંડિતજી ગુસ્સે થઈને સભા બરખાસ્ત કરશે, પણ ઊલટું તેમણે તો જાણે કાંઈ જ ન બન્યું હોય તેમ ચર્ચા આગળ ચલાવવા જેટલી વિપક્ષના પંડિતોમાં હિંમત હવે રહી જ નહોતી. તેઓ સર્વ લજ્જા પામ્યા, શાસ્ત્રીજીના ચરણોમાં ઝૂકી પડ્યા અને આ પ્રાજ્ઞ પુરુષની ક્ષમા માગવા
લાગ્યા !
ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ સમભાવથી સહન કરવાથી મહાન સિદ્ધિની પ્રાપ્તિ થાય છે તે આ મહાપુરુષના જીવનમાંથી આપણને શીખવા મળે છે. કેવી ઉત્તમ સહનશીલતા !
[૨]
વર્તમાન સદીના પ્રસિદ્ધ જૈન સંત શ્રી ગણેશપ્રસાદ વર્ણી થોડાં વર્ષો પહેલાં થઈ ગયા. તેમના ધર્મજીવનની શરૂઆતમાં તેઓએ જયપુરની યાત્રા કરવાનો નિશ્ચય કરેલો અને તેમ કરવા માટે તેઓ એકલા જ નીકળી પડેલા. લલિતપુર (જિલ્લો ઝાંસી) થઈને તેઓ સોનાગિરિ પહોંચ્યા અને ખુરઈ તરફ આગળ વધ્યા. સોનાગિરિથી આગળ વધ્યા ત્યારે તેમની પાસે લગભગ બે આના, એક લોટો, એક ગળણું અને પહેરેલાં કપડાં હતાં. દતિયા ગામે પહોંચતાં પહોંચતાં તેમની પાસે એક પાઈ પણ રહી નહીં. બે દિવસથી તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org