________________
સહનશીલતા
ચણા ઉપર હતા, પણ આજ તો ચણાના પૈસા પણ નહોતા. તેમણે દુકાનદારને કહ્યું : “ભાઈ ! આ છત્રી લઈ લો. દુકાનદાર કહે : “ચોરીનો માલ તો નથી ને ?” આ સાંભળી તેઓ ચૂપ થઈ ગયા અને આંખમાં આંસુ આવી ગયાં. આમ બનવા છતાં દુકાનદારે કાંઈ સહાનુભૂતિ બતાવી નહીં – માત્ર એટલું જ કહ્યું : “લો આ છત્રીની કિંમત, ચણાના બે પૈસા કાપતાં છ આના આવશે.’ તેઓએ કહ્યું? ભાઈ છત્રી નવી છે. કંઈક વધારે આપો.” દુકાનદારે કહ્યું : “આ છ આના લઈ જાઓ નહીં તો આગળ વધો !' છ આના લઈને તેઓએ ચલતી પકડી.
આમ ઘણી વાર તેઓ ચાર-ચાર દિવસ માત્ર ચણા ખાઈને ચલાવતા અને કોઈ ઓળખીતા શ્રાવકનું ઘર મળે ત્યારે રાંધેલું ભોજન ખાતા. દરેક મહાપુરુષને આવી આકરી કસોટીઓમાંથી પસાર થઈને જ ક્રમે કરીને આત્મસાધનાના બળ વડે મહાન પદની પ્રાપ્તિ થાય છે.
[૩] મહાત્મા ગાંધીજી જે દિવસોમાં ચંપારણમાં હતા તે દિવસની આ વાત
એક વાર તેઓ બેતિયા જઈ રહ્યા હતા. ટ્રેનમાં રાત્રે મુસાફરી કરવાની હતી અને રાબેતા મુજબ તેઓ ત્રીજા વર્ગના ડબ્બામાં બેઠા હતા. જગ્યા ખાલી હોવાથી તેઓ સીટ ઉપર સૂઈ ગયા. મધ્યરાત્રિએ એક મુસાફર તેમના ડબ્બામાં ચડ્યો અને તેમને ધક્કો મારીને ઉઠાડતાં કહ્યું : 'તું તો પહોળો પથારો પાથરીને જાણે તારી પોતાની જ ગાડી હોય તેમ સૂતો છે, ચાલ ઊઠ.’
ગાંધીજી તો સીટ ઉપર પેલા મુસાફર સાથે બેસી ગયા. પેલો મુસાફર ગાવા લાગ્યો : “ધન ધન ગાંધીજી મહારાજ, દુઃખી કે દુઃખ મિટાનેવાલે.”
સવાર પડી અને બેતિયા સ્ટેશન આવ્યું. હજારો લોકો ગાંધીજીનો જયજયકાર બોલાવતા તેમના ડબ્બા પાસે આવી પહોંચ્યા. પેલો મુસાફર પણ ગાંધીજીનાં દર્શન કરવા જ આવ્યો હતો. જ્યારે તેને ખબર પડી કે પોતે જેનું અપમાન કર્યું હતું તે જ મહાત્મા ગાંધીજી છે ત્યારે તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ગાંધીજીએ તેને આશ્વાસન આપી ઉઠાડ્યો, જાણે કે કાંઈ બનાવ બન્યો જ નહોતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org