SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સમયનો સદ્ઉપયોગ આપણને મળેલા મનુષ્યભવની એક એક પળ વહી જાય છે અને આપણે સર્વ મૃત્યુની નજીક પહોંચી રહ્યા છીએ એ હકીકત છે. થોડા વિરલા પુરુષો જ આ બાબતનો વિચાર કરી, પ્રાપ્ત થયેલા આ ઉત્તમ અવસરનો અનંત આનંદની સાધનામાં સદુપયોગ કરે છે. સર્વભક્ષક કાળ સમય અખ્ખલિતપણે વહી રહ્યો છે. તેને રોકવાને આ વિશ્વમાં કોઈ પણ સમર્થ નથી. મોટા મોટા પર્વત હતા ત્યાં આજે ઊંડા સમુદ્રો છે, જેની હાકથી સમસ્ત ધરતી ધ્રુજતી હતી તેવા સમ્રાટોનાં મોટાં મોટાં સામ્રાજ્યોનાં ખંડિયેરની પણ કાંઈ વ્યવસ્થા આજે બની શકતી નથી. રાય રંક થાય છે, રોગી નીરોગી થઈ જાય છે, યુવાવસ્થા જલદીથી પૂરી થઈને ઘડપણ આવી જાય છે. શરીરસૌષ્ઠવ અને સૌંદર્યનો નાશ થઈ શિશિલતા અને નિસ્તેજપણાનો ઉદય દેખાય છે. આમ, જગતમાં સર્વત્ર એક કાળરૂપી દૈત્યના તાંડવનૃત્યથી સૌ જીવો ભયભીત છે. આનો કોઈ યોગ્ય પ્રતિકાર છે ? આનો ઉત્તર હકારમાં છે. આ મહાન કાળને જીતવાનો ઉપાય છે અને તે છે પ્રત્યેક પળનો સદુપયોગ કરવો તે. ટીપે ટીપે જેમ સરોવર ભરાય છે, કાંકરે કાંકરે જેમ પાળ બંધાય છે અને એક એક ઈટથી જેમ મોટી ઈમારતનું નિમણિ થાય છે તેમ જે વિવેકી મનુષ્ય પોતાની પ્રત્યેક પળનો સદુપયોગ કરે છે તેને આ લોક અને પરલોકમાં વિપુલ સમૃદ્ધિ સાંપડે છે. સમયપાલન અંગે સતત જાગૃતિ વ્યવહારજીવનમાં સમયના સદુપયોગથી ઈષ્ટ ધ્યેયની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. જે વિદ્યાર્થી દરરોજ ઘરકામ કરે છે તે સારા ગુણ મેળવે છે, જે ગૃહિણી આળસ છોડી ઘરની સંભાળ રાખે છે તેનું ઘર સ્વચ્છતાથી અને સુઘડતાથી દીપી ઊઠે છે અને જે ખેડૂત વાવેલા ખેતરની નિરંતર ચોકી કરે છે તેને ત્યાં મબલક પાક ઊતરે છે. આમ, લૌકિક જીવનમાં સમયના સદુપયોગથી સમૃદ્ધિની અને ઉચ્ચ પદની પ્રાપ્તિ જોઈ શકાય છે. પરમાર્થના માર્ગમાં તો આત્મજાગૃતિપૂર્વક સતત સમયના સદુપયોગ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy