________________
સંયમ
ભૂમિકા
જીવનશુદ્ધિ માટે મન અને ઇન્દ્રિયોની અન્યાયપૂર્વકની વૃત્તિઓને વિવેકબળ વડે રોકીને તેમને અંતર્મુખ કરવી તે સંયમ કહેવાય છે. સમ્યગુ પ્રકારે નિયમવ્રત આદિનું ગ્રહણ કરવાથી જીવનમાં સંયમનો ઉદય થાય છે અને ધીમે ધીમે તેની વૃદ્ધિ થઈ પરિપૂર્ણતા થતાં પરમાત્મપદની પ્રાપ્તિ થઈ જાય છે. સંયમની અગત્ય
સંયમની સાધના લૌકિક તેમ જ પારમાર્થિક ઉન્નતિમાં ખૂબ જ સહાયક છે. લોકમાં પણ કોઈ મહાન કાર્ય કરનારાને માટે અમુક પ્રકારનું શિસ્તપાલન અનિવાર્ય બની જાય છે, જેનું ઉત્તમ ઉદાહરણ મહાત્મા ગાંધીજીનું જીવન છે, જેમાં સ્વાદ વિષયક, કપડાં વિષયક, આહાર વિષયક, નિદ્રા વિષયક કે બ્રહ્મચર્ય વિષયક ખૂબ જ ઊંચી કક્ષાના સંયમનાં આપણને દર્શન થાય છે.
પરમાર્થની સાધનામાં તો સંયમપાલનની આવશ્યકતા એટલી મૂળભૂત ગણવામાં આવી છે કે નીવીર: પ્રથમ: થો અથવા વરિત્ર વસ્તુ ઘર્મો
એટલે કે આચાર તે જ પ્રથમ ધર્મ છે અથવા ચારિત્ર તે જ ખરો ધર્મ છે એવા સિદ્ધાંતોનું સૂત્રરૂપે પ્રતિપાદન થયું છે. આચારની સુધારણા વિનાનું ગમે તેટલું જ્ઞાન હોય તો પણ પરમાર્થમાં જ્ઞાનીઓએ તેને શુષ્ક જ્ઞાન કહ્યું છે. જીવનમાં સંયમની સાધના
સામાન્ય રીતે સંયમની સાધનાની ત્રણ શ્રેણી પાડી શકાય ?
(૧) પ્રથમ શ્રેણી અન્યાયપૂર્વકના ભોગોનો નિયમપૂર્વક ત્યાગ કરવો તે છે. આ ત્યાગમાં મુખ્યત્વે પરસ્ત્રીત્યાગ અને પરધનત્યાગનો સમાવેશ થાય છે. સ્પર્શેન્દ્રિયનો નિરર્ગળ નિરંકુશ હોય ત્યારે જ પરસ્ત્રીસેવન બની શકે છે, કારણ કે આવો આચાર માત્ર ધર્મવિરદ્ધ જ નહિ પરંતુ સમાજવિરુદ્ધ પણ છે. કોઈ પણ પ્રકારની કુયુક્તિનો આશ્રય લીધા વગર એકમાત્ર પોતાની ધર્મપત્ની સાથેના સંબંધ સિવાયના અન્ય કોઈ પણ સ્ત્રીભોગ-સંબંધ તે For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International