________________
બ્રહ્મચર્ય
સામાન્યપણે કહીએ તો બ્રહ્મ એટલે આત્મા અને ચર્યા એટલે આચરણ. આત્માને પ્રાપ્ત કરવા માટે જે આચારસંહિતા ઉપકારી છે તેને બ્રહ્મચર્ય કહી શકાય. બ્રહ્મચર્યનો વિષય એટલો વ્યાપક, એટલો સૂક્ષ્મ, એટલો વિશાળ અને એટલો જટિલ છે કે તેનું સર્વતોમુખી વિશ્લેષણ બ્રહ્મનિષ્ઠ, આત્માનુભવી સદ્ગુરુ જ મહદ્ અંશે કરવાને સમર્થ છે. આમ છતાં દેશકાળને અનુસરીને, પૂર્વાચાર્યોના ન્યાયાનુસાર, સ્વલ્પ સ્વાનુભવ પ્રમાણે તેનું સંક્ષિપ્ત વિવરણ કરવામાં આવે છે, તે અતીન્દ્રિય આનંદના ઇચ્છુક પુરુષોના આત્માના પ્રદેશોને પ્રમોદ પમાડનારું નીવડો અને તે ઉત્તમ વ્રતની આરાધના પ્રત્યે તેમનો પુરુષાર્થ જાગો. ભૂમિકા
આર્ય સંસ્કૃતિના પુરસ્કર્તાઓએ માનવજીવનના સામાન્ય રીતે ચાર પુરુષાર્થ સ્વીકાર્યો છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચાર પુરુષાર્થની સામાન્ય સિદ્ધિ માટે તેઓએ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત એમ ચાર પ્રકારના આશ્રમોની પણ પ્રરૂપણા કરી છે અને જનસામાન્યને ખ્યાલમાં રાખતાં આ વ્યવસ્થા બહુધા ઉપયોગી સાબિત થઈ છે. એક નાનો વર્ગ સમાજમાં એવો પણ છે કે જે પૂર્વસંસ્કારવશ તેમ જ સગુરુસત્સંગ અને મુમુક્ષતાને જોરે બાળપણથી જ આજીવન બ્રહ્મચર્યનો સ્વીકાર કરી જીવનસાધનામાં લાગી જાય છે. જો યથાર્થ દૃષ્ટિ સંપ્રાપ્ત થાય તો આજીવન બ્રહ્મચર્યથી અનેક વિશિષ્ટતાઓની અને આત્મસિદ્ધિની પ્રાપ્તિ સહેલાઈથી થઈ શકે છે, એમ અનેક સંત-મહાત્મા અને આચાર્યોના જીવનથી પ્રગટપણે સાબિત થયું છે.
બ્રહ્મચર્યની સાધના (૧) સામાન્ય સદ્દગૃહસ્થની અપેક્ષાએ (૨) મુમુક્ષુ અને જ્ઞાનીની અપેક્ષાએ (૩) સંપૂર્ણ બ્રહ્મચર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org