________________
૨૫
ધ્યાન
ભૂમિકા
ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા, એવો તેનો સામાન્ય અર્થ થાય છે. મનુષ્યમાત્ર કાંઈક ને કાંઈક વિષય, વ્યક્તિ કે વસ્તુના ચિંતનમાં તો રહ્યા જ કરે છે, કારણ કે ચિત્તનો સ્વભાવ જ ચંચળ છે અને એકથી બીજી અને બીજીથી ત્રીજી એમ વિધવિધ વસ્તુના ચિંતનમાં તે લાગેલું જ રહે છે. અહીં દુન્યવી વસ્તુઓના ચિંતનમાં લાગેલા ચિત્તની જે દશા તેને અપધ્યાન અથવા કુધ્યાન કહેવામાં આવે છે. આ ધ્યાન આત્મસાધનામાં બાધક હોવાથી તે તે પ્રકારનાં ધ્યાન છોડવાનાં છે તેથી સંક્ષેપમાં તે પ્રકારોને જણાવીને આગળ ધર્મમાં ઉપયોગી ધ્યાનનો વિચાર કરીશું.
અપધ્યાન અથવા કુધ્યાનના પ્રકાર
(૧) ગમતી વસ્તુનો વિયોગ થવાથી જે ધ્યાન થાય તે.
(૨) અણગમતી વસ્તુનો સંયોગ થવાથી જે ધ્યાન થાય તે.
(૩) શરીરમાં રોગાદિની ઉત્પત્તિથી જે વેદના ઊપજે તે બાબતનું ધ્યાન થાય તે.
(૪) ધર્મકરણીથી આ લોકની કે પરલોકની સુખસામગ્રીની પ્રાપ્તિમાં રોકાય તે.
(૫) હિંસાના ભાવ કરી તેમાં સુખ માને તે.
(૬) ચોરી કરીને તેમાં સુખ માને તે.
(૭) અસત્ય બોલી તેમાં સુખ માને તે.
(૮) વિષયભોગની સામગ્રીના સંરક્ષણમાં ચિત્ત લગાવી રાખે તે. અધ્યાત્મસાધનામાં ધ્યાન
જ્ગતની વસ્તુઓને પોતાની માનવારૂપ અહંકાર મમકારના જે ભાવો છે તેને અજ્ઞાન કહેવામાં આવે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર ઇર્ષ્યાના જે ભાવો તે પણ કોઈ અપેક્ષાએ આ અજ્ઞાનને લીધે જ ઊપજે છે. જે જે ધ્યાન વડે કરીને ઉપરોક્ત દોષો મોળા પડે, ઉપશમ થાય અને ચિત્તની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org