________________
દાન ••••••••
સઘ્રવૃત્તિને સહકાર અને અનુમોદન આપવાના ઉદ્દેશથી પોતાની ધન આદિ વસ્તુઓનો પરિત્યાગ કરવો તેને સામાન્ય રીતે દાન કહેવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં પોતાના માલિકીપણાનો ત્યાગ અને બદલાની ઇચ્છાનો અભાવ જ્યારે ભળે ત્યારે તે દાનની કક્ષા અને મહત્તા ઘણા ઉચ્ચ દરજ્જાને પામે છે અને દાતા વ્યક્તિ ખરેખર દાનેશ્વરીના પદને પામે છે.
જો કે દાનના ઘણા ઘણા પ્રકાર છે તો પણ અત્રે અધ્યાત્મ સાધનામાં ઉપયોગિતાની દૃષ્ટિએ મુખ્ય ચાર પ્રકાર વિચારણીય છે :
(૧) વિનયપૂર્વક ભક્તિસહિતનું દાન, (૨) કરુણાદાન, (૩) અભયદાન, (૪) જ્ઞાનદાન. (૧) વિનયપૂર્વક ભક્તિસહિતનું દાન
આ પ્રકારના દાનમાં દાતા પુરુષના ગુણો કરતાં દાન લેનાર પુરુષના. ગુણોની અધિકતા હોય છે. આવું દાન સમજુ અને વિવેકી પુરુષો જ ખરેખર કરી શકે છે, કારણ કે આ દાનની પ્રવૃત્તિ દ્વારા દાતા પુરુષ” પોતાના જીવનમાં લોભ ઘટાડવા માગે છે, જેથી સાધક તરીકેની પોતાની પાત્રતા વધે અને પાત્ર પુરષના ઉત્તમ ગુણો ક્રમે કરીને પોતાના જીવનમાં પણ ઉદય પામે. વળી જે પુરુષ અર્થે કે જે પ્રવૃત્તિ અર્થે તે દાન દેવામાં આવે છે તે ઉચ્ચ કોટિના આત્મજ્ઞાની અથવા ઉત્તમ સાધકો છે અને તે પ્રવૃત્તિ એવી છે કે જેનાથી સાચા જ્ઞાન અને સાચા સંયમની ઉજ્વળ પરંપરાઓનું દીર્ઘ કાળ સુધી પોષણ થયા કરે છે. જ્યાં આમ બને ત્યાં સ્વાભાવિક રીતે જ ઉત્તમ આત્મશુદ્ધિના સંસ્કારો વ્યક્તિગત સ્તરે સિંચાય અને સુસંસ્કારોનો લોકજીવનમાં સામૂહિક સ્તરે પ્રસાર અને પ્રચાર થાય. આવા દાનના પ્રકારમાં લેનાર વ્યક્તિ સ્વાર્થત્યાગી અને લોકોપકારક છે. તેથી તેણે ગુણ-અધિકતાને લીધે તેને જે દાન આપવામાં આવે તે યોગ્ય સન્માન અને
+ દાતા પુરુષનાં લક્ષણ : શ્રદ્ધા, સંતોષ, ભક્તિ, વિજ્ઞાન, અલુબ્ધતા, ક્ષમા અને શક્તિ આ સાત ગુણો દાતાના કહ્યા છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International