________________
સાધક-સાથી
આદરપૂર્વક અપાય તે ન્યાયમુક્ત છે. તે દાન પછી આહારરૂપે, વસ્ત્રરૂપે, ઔષધરૂપે, શાસ્ત્રોરૂપે કે આશ્રયસ્થાનાદિ કોઈ પણ રૂપે હોય પણ તે પદ્ધતિપૂર્વક અને આદરસહિત હોવું જોઈએ – એ સ્વાભાવિકપણે સમજી શકાય છે. આત્મસાધકના જીવનમાં દાનના આ પ્રકારની મુખ્યતા હોય છે. આ પ્રકારના દાનના પ્રસંગોમાં પ્રવૃત્તિ કરવાથી સાધકને અનેક ગુણવાન, વિદ્વાન, ત્યાગી, તપસ્વી વગેરે ઉત્તમ પુરષોના સંસર્ગમાં આવવાનું બને છે અને જો સાધક જાગૃત હશે તો અવશ્ય તે ગુણ પ્રમોદ અને તેના ફળરૂપ ગુણગ્રહણની વિવેકપૂર્ણ અને વૈજ્ઞાનિક પ્રક્રિયાને અનુસરવાનું ચાલુ કરી દેશે. ગુણપ્રમોદથી પ્રેરાઈને સંતજનોની તે દરેક પ્રકારે સેવા-શુશ્રુષા કરશે જેમ કે તેમને જોઈને ઊભા થઈ જવું, અંજલિ કે હાથ જોડી પ્રણામ કરવા, સામે લેવા જવું, તેમની પાછળ પાછળ વિનયપૂર્વક ચાલવું, તેઓને ઉચ્ચ આસન આપવું, તેમની પ્રકૃતિને અનુરૂપ વર્તવું, વિદાયના સમયે દરવાજા સુધી કે ગામની સરહદ સુધી તેમને મૂકવા જવું અને પ્રાંતે તેમની આજ્ઞાનું આરાધન કરવું એ ઇત્યાદિ તેમની ભક્તિના વિવિધ પ્રકારો ભજશે.
જ્યાં ખરેખર આમ બનશે ત્યાં તે સાધક અલ્પકાળમાં પોતે જ સંત બની જશે. કારણ કે,
પારસમેં ઔર સંતમેં બડો અંતરો જાન,
વો લોહા કંચન કરે, વો કરે આપ સમાન.' શું આ પ્રકાર આપણને દરેકને માન્ય નથી ? શું આવા ભાવ વિના આપણું સાધકપણું ખરેખર ન્યાયપૂર્ણ કહી શકાય ? આ બાબતમાં વિવેકપૂર્વક વિચાર કર્તવ્ય છે. (૨) કરુણાદાન
આ પ્રકારના દાનમાં દુઃખપીડિતોના દર્દીને દૂર કરવાના આશયની મુખ્યતા હોય છે. અહીં જેને દાન આપવામાં આવે છે તે વ્યક્તિ ઘણું કરીને દાન આપનાર વ્યક્તિ કરતાં વિશેષ ગુણવાન હોતી નથી. આ કારણથી આ પ્રકારના દાનમાં દાતાના દિલની અનુકંપાનો ભાવ મુખ્ય છે કે જેના વડે પ્રેરાઈને વિવિધ પ્રકારનાં દુઃખોથી દુઃખી થઈ રહેલા મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને તન, મન કે ધન દ્વારા દાતા સહાય કરે છે.
નિધનોને, ભિખારીઓને, દુષ્કાળપીડિતોને પૂર કે અતિવૃષ્ટિથી પીડિતોને, ભૂખ્યાંને, તરસ્યાંને, રોગપીડિતોને, અનાથોને, વિધવાઓને ગરીબ વિદ્યાર્થીઓને, આંધળા-બહેરા-લૂલા-લંગડા કે અન્ય અંગરહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org