________________
દાન
૧૧
મનુષ્યોને, ગાંડાઓને, અસ્થિર મગજવાળાઓને કે આવાં બીજાં દુઃખદર્દોથી પીડાઈ રહેલાં મનુષ્યો કે પ્રાણીઓને તેમનું તાત્કાલિક દુઃખ દૂર કરવા માટે જે કોઈ પ્રકારની સહાય દિલ દ્રવિત થવાથી દાતા આપે તે પ્રકારને કરુણાદાનનો પ્રકાર ગણી શકાય. અહીં નાત-જાતનો, દેશ-પરદેશનો, ગુણવાન-દુર્ગુણીનો, સ્વધર્મી-પરધર્મીનો કે એવો કોઈ વ્યવહારભેદ કરવાનો નથી. માનવમાત્ર કે પ્રાણીમાત્રનું દુઃખ દૂર થાય તે જ આશયની અહીં મુખ્યતા છે. અહીં દાન લેનાર પ્રત્યે બહુમાન-સત્કાર-પૂજ્યતાના ભાવની મુખ્યતા નથી, પણ માત્ર પ્રેમ અને મૈત્રીભાવથી ઉત્પન્ન કરુણા અને અનુકંપાના ભાવની જ મુખ્યતા
છે.
જેને સામાન્ય રીતે સામાજિક દાન કહી શકાય તેવા દાનનો પણ આમાં જ સમાવેશ થઈ જાય છે. જો કે આવા સામાજિક દાનની શરૂઆત પોતાના કુટુમ્બાદિથી થાય છે એટલે કે ભાઈઓ, બહેનો, ભાણિયા, ભત્રીજા અને બીજા કુટુંબીજનો સજ્જન પુરુષના પુણ્યોદયથી અવશ્ય લાભ પામે જ છે પણ સાચા પુણ્યશાળીનું દાન ત્યાં અટકી જતું નથી, તે તો વિસ્તરતું જ જાય
છે.
હૉસ્પિટલ માટેનું દાન, ધર્મશાળા બંધાવવા માટેનું દાન, કૂવાતળાવ-બગીચા બનાવવા માટેનું દાન, જ્ઞાતિની વાડી, ટાઉનહૉલ, શાળા-કૉલેજ-હૉસ્ટેલ વગેરે બનાવવા માટે આપેલું દાન વગેરે વિવિધ પ્રકારના સમાજકલ્યાણને અનુલક્ષીને થતાં સર્વ દાન મુખ્યપણે દાનના આ વિભાગના એક પેટાવિભાગ તરીકે ગણી લેવાં. આ પ્રકારમાં સમાજઉત્થાન, સામૂહિક-કલ્યાણ અને સમાજસંસ્થાકીય પ્રવૃત્તિના ઉત્કર્ષની ભાવના મુખ્યપણે રહેલી છે.
(૩) અભયદાન
સર્વ પ્રકારનાં દાન મધ્યે અભયદાન તે શ્રેષ્ઠ દાન છે. અભયદાન એટલે જગતના સમસ્ત જીવોને પોતાના તરફથી નિર્ભયતા પ્રાપ્ત થાય તેવા પ્રકારની જીવનચર્યા. આ પ્રકારના દાનમાં કોઈ પણ બાહ્ય સામગ્રીની આવશ્યકતા નથી અને તેથી આવું દાન બધા જ મનુષ્યો કરી શકે છે, પરંતુ આ દાનની વિશેષતા એ છે કે તેમાં સતત આત્મજાગૃતિની જરૂર છે. આવા દાનમાં પ્રવર્તનાર સાધક પોતે પોતાના શરીરથી કોઈને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડે. વાણીથી એવું કાંઈ પણ બોલે નહિ કે જેથી બીજાનું દિલ દુભાય કે મનથી પણ એવું કાંઈ ચિંતવે નહિ, જેમાં બીજા જીવોનું બૂરું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org