________________
સાધક-સાથી
(૨) ક્ષમાનો દૈનિક જીવનપ્રસંગોમાં પ્રયોગ.
(૧) ક્રોધના સૂક્ષ્મ સ્વરૂપનું જ્ઞાનઃ ક્રોધ એ શું છે તે યથાર્થપણે જાણીએ નહિ ત્યાં સુધી તેના નાશનો ઉપાય બને નહિ,ક્રોધ એ આત્માની અવસ્થામાં થતો વિકાર છે. તે વિકારની ઉત્પત્તિમાં ત્રણ કારણો રહેલાં છે ?
() બાહ્ય વસ્તુ અથવા વ્યક્તિ – જેણે આપણને નુકસાન કર્યું, ગાળ દીધી કે આપણું ધાર્યું થવા દીધું નહિ.
() અંતરંગ કર્મ(મોહનીય)નો ઉદય. આત્મા સ્વભાવે નિર્મળ હોવા છતાં અને ક્ષમાસ્વરૂપ હોવા છતાં જ્યારે કર્મના ઉદયને આધીન થઈ જાય છે ત્યારે ક્ષમાના વિકૃત ભાવરૂપે – ક્રોધરૂપે – પરિણમીને મલિન થાય છે.
(૪) ક્રોધની ઉત્પત્તિનું મુખ્ય કારણ પોતાના ક્ષમા સ્વભાવનું લક્ષ ન રહેવું તે છે, એટલે કે શ્રદ્ધામાં અને સ્મૃતિમાં “ક્ષમાસ્વરૂપી હું છું એ ભાવ છૂટી જાય ત્યારે જ આત્મા ક્રોધભાવરૂપે પરિણમી જાય છે. આ પ્રમાણે પોતાના મૂળ સ્વભાવની અસાવધાની તે ક્રોધ ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ છે.
(૨) ક્ષમાનો દૈનિક જીવનપ્રસંગોમાં પ્રયોગ : જેણે પોતાના ક્ષમાસ્વરૂપ આત્માનો બરાબર નિર્ધાર કર્યો છે તેણે ક્રોધભાવ ઉત્પન્ન થતાં જાગૃતિ રાખવાની છે અને વિચારવાનું છે કે આ ક્રોધભાવ તો મારા મૂળ સ્વરૂપમાં નથી, માત્ર આ કર્મના ઉદયના નિમિત્તથી જ ઊપજે છે, તો તેવા ભાડૂતી ભાવને હું મારા આત્મામાં શા માટે જગ્યા આપું ? આ ક્રોધ તો અપવિત્ર છે, મારો (મારા સ્વભાવનો) વેરી છે અને આ લોકમાં હમણાં પણ દુઃખ આપનારો છે. વળી ક્રોધ કરવાથી જે કર્મ બંધાશે તે પાછું ઉદયમાં આવતાં ભવિષ્યમાં પણ દુઃખરૂપ બનશે. આમ, સર્વ રીતે મને હાનિકારક એવા આ ક્રોધભાવને છોડીને તે ક્રોધને ઉત્પન્ન થયા પહેલાં અથવા ઉત્પન્ન થતાં જ તેને જાણવાની શક્તિવાળો એવો હું હવે ક્ષમાભાવમાં - સમતાભાવમાં – જ્ઞાયકભાવમાં – જ ટકું છું.
આ પ્રમાણે વારંવાર પ્રજ્ઞારૂપી છીણીના પ્રયોગ દ્વારા જે આત્મસ્વભાવને અને ક્રોધવિકારને જુદા પાડે છે તેનામાં મહાન આત્મબળ ઉત્પન્ન થાય છે. આ આત્મબળ વડે પરમ ક્ષમાભાવરૂપ સમાધિભાવમાં તે ટકી શકે છે અને કર્મબંધથી ન લેવાતો એવો તે પુરુષ પરમ શાંતિ અને પરમ શીતળતાનો અનુભવ કરે છે. આવી દશા પ્રાપ્ત કરવા ધીરજથી, આત્મજાગૃતિથી સતત પ્રયોગરૂપ અભ્યાસ કરવો તે જ ક્ષમાગુણ ધારણ કરવાનો અથવા ક્રોધને જીતવાનો સાચો ઉપાય છે, એમ હે ભવ્ય જીવો ! નિર્ધાર કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org