________________
ક્ષમાં
ભૂમિકા
જ આક્રોશ ઉત્પન્ન કરે એવાં બાહ્ય કારણોનો સંયોગ થવા છતાં પોતાનામાં ક્રોધભાવને ઉત્પન્ન ન થવા દેવો તે ક્ષમા નામનું ધર્મનું ઉત્તમ અંગ છે. ક્ષમા તો વીર પુરુષોનું ભૂષણ છે અને સાચી ક્ષમા તો તેની જ કહેવાય કે જે સામી વ્યક્તિ કે વસ્તુને મારી હઠાવવાની તાકાત હોવા છતાં પણ ક્ષમા એ તો મારો સહજ સ્વભાવ છે – મૂળ સ્વભાવ છે – હું તેને છોડીને તેનાથી વિરુદ્ધ એટલે કે ક્ષમાગુણનો ઘાત કરનારા ક્રોધભાવને કેમ આદરું એમ વિચારે. આવા સત્ય તત્ત્વચિંતનપૂર્વક ક્ષમાભાવને ધારણ કરનાર મહાન સંતો આ જગતના ભૂષણ સ્વરૂપ છે. ક્રોધનું સામાન્ય સ્વરૂપ
કામ, ક્રોધ અને લોભ આ ત્રણને આર્યસંસ્કૃતિમાં નરકનાં દ્વાર તરીકે વર્ણવ્યાં છે, તેથી પાપભીરુ સાધકે અવશ્યપણે આ ત્રણનો સમ્યગુપણે નિગ્રહ કરવા યોગ્ય છે. જ્યારે માણસ ઉપર ક્રોધ સવાર થઈ જાય છે ત્યારે તે સારાસારનો વિવેક ભૂલી જાય છે અને આંધળાની માફક ગમે તેવું અયોગ્ય વર્તન કરી બેસે છે. ક્રોધ ઉત્પન્ન થાય ત્યારે શરીરમાં અનેક વિક્રિયાઓ ઉત્પન્ન થાય છે. હૃદયના ધબકારા વધી જાય છે, ભંવર ચડી જાય છે, મોટું લાલચોળ બની જાય છે, પરસેવો છૂટવા માંડે છે, અનેક પ્રકારના અપશબ્દો મોઢામાંથી નીકળવા લાગે છે, હાથપગ ધ્રુજવા લાગે છે અને જેના ઉપર ક્રોધ ચડ્યો હોય તેના ઉપર તે ક્રોધી મનુષ્ય લાશથી, મુઠ્ઠીથી, લાતોથી કે અન્ય લાકડી, દંડો, છરી, તલવાર કે બંદૂક આદિ શસ્ત્રોથી પ્રહાર કરવા લાગી જાય છે. આવા ઘોર તાંડવનૃત્યને આધીન થવું ન હોય તેણે પ્રથમ ભૂમિકામાં જ ક્રોધને ઓળખીને તેને આધીન ન થવાનો પ્રયત્ન કરવો જોઈએ. ક્રોધને જીતવાનો ઉપાય
ક્રોધને જીતવા માટે બે કક્ષાના અભ્યાસમાંથી પસાર થવાનું છે ? (૧) ક્રોધના સૂક્ષ્મ સ્વરૂપનું જ્ઞાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org