________________
3०८
સાધક સાથી
અવિવેકી લોકો just chance, just luck કહે છે.) જો આ પૂર્વકર્મ છે તો તેનો કરનારો એવો આત્મા પણ પૂર્વે હોવો જોઈએ. આ ભવ પહેલાં આત્મા હતો તેમ નક્કી થતાં પુનર્જન્મનો નિર્ધાર થાય છે જે આત્માનું નિત્યપણું સાબિત કરે છે. મોર-સાપ, ઉંદર-બિલાડી વગેરેને જન્મ જાત વેર કોઈ પણ પ્રકારની આ જન્મની કેળવણી વિના હોય છે તે પૂર્વજન્મના સંસ્કાર સૂચવે છે. આ ઉપરાંત કેટલાંક સંતોને અથવા અન્ય વ્યક્તિઓને પૂર્વજન્મનું સ્મરણ થાય છે જે સ્પષ્ટપણે આત્માનું નિત્યપણું
સાબિત કરે છે. પ્રશ્ન ૮ આત્મા બંધનમાં છે તે કેવી રીતે માનવું ? બંધનમાંથી તે છૂટી
શકે ? ઉત્તર ૮ઃ જગતના જીવો જ્ઞાન અને આનંદને પ્રાપ્ત કરવા નિરંતર પ્રયત્ન
કરી રહેલાં દેખાય છે તે એમ પુરવાર કરે છે કે તેમનાં જ્ઞાન અને આનંદ ઊણાં છે, અધૂરાં છે. જ્ઞાન અને આનંદ સ્વભાવમાં તો પૂર્ણ છે અને પ્રગટમાં અધૂરાં છે. માટે આ જ્ઞાન-આનંદનો પ્રગટ અનુભવ રોકનારું કોઈ કારણ હોવું જોઈએ અને જે કારણ છે તે જ બંધન છે, તે બંધનને વશ વર્તવાથી આ આત્માનો પૂર્ણજ્ઞાન-આનંદ સ્વભાવ પ્રગટ અનુભવમાં આવતો નથી. સન્માર્ગની આરાધના દ્વારા આત્માની શક્તિઓનું પરિજ્ઞાન પ્રાપ્ત કરી તેમની ઉપાસનાથી બંધનરહિત દશા પ્રગટ કરી શકાય
પ્રશ્ન : સન્માર્ગની આરાધના દ્વારા આ આત્મિક શક્તિઓને જાણવાથી
અને ઉપાસવાથી શો ફાયદો છે ? ઉત્તર : ૯ જ્યારે આત્માની ઉપાસના કરવામાં આવે ત્યારે પ્રથમ તેની
સાચી શ્રદ્ધા અને ઓળખાણ થતાં આત્મદર્શન અને આત્મ-જ્ઞાન પ્રગટે છે અને આત્માનો સત્ય આનંદ પણ અંશે (સ્વસંવેદન દ્વારા સ્વાનુભવ પ્રગટ થવાથી) પ્રગટે છે. જેમ જેમ ઉપાસના આગળ વધે તેમ તેમ વિશેષ આનંદ પ્રગટતો જાય છે. આમ, આત્મશક્તિની ઉપાસનાથી ક્રમે કરીને પૂર્ણ શાશ્વત આનંદની પ્રાપ્તિ અને સર્વ દુઃખોનો સર્વથા ક્ષય થતો હોવાથી તે ઉપાસના વિવેકી પુરુષોએ સર્વ પ્રકારે સંમત કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org