________________
રસાસ્વાદનો જય
વિવેકભરી રજૂઆત કરી : “મારે આજથી આખા ચાતુર્માસ દરમિયાન બધાં જ ફળોનો અને બધા જ રસોનો ત્યાગ છે કારણ કે ચાતુર્માસમાં તો વિશેષપણે લીલોતરી તથા ફળફળાદિનો ત્યાગ કરવો યોગ્ય છે.” જેવો એમણે પોતાનો અભિપ્રાય જાહેર કર્યો કે તરત અન્ય ત્યાગીઓએ પણ ફળફળાદિના ત્યાગનો નિયમ લઈ લીધો.
આમ, આચાર્યશ્રીની વિચક્ષણતાથી બે કાર્યની સિદ્ધિ એકસાથે થઈ. ત્યાગીઓનો ત્યાગભાવ વધ્યો અને સામાન્ય સદ્દગૃહસ્થો પણ હવે મુનિ-આહાર કરાવવા સમર્થ બની શક્યા, કારણ કે મોંઘાં ફળફળાદિ આહાર માટે લાવવાની જરૂર હવે રહી નહિ. આમ, રસાસ્વાદત્યાગ અને વિવેકપૂર્ણ વ્યવહારથી સર્વત્ર ધર્મવૃદ્ધિ અને શાંતિનું વાતાવરણ વ્યાપી ગયું.
અમદાવાદમાં જમાલપુર દરવાજા બહાર શ્રીજગન્નાથજીનું મંદિર ગુજરાતનું એક પ્રસિદ્ધ યાત્રાધામ છે. ત્યાંના મહંતોની પરંપરામાં અનેક ઉચ્ચ કોટિના ત્યાગી પુરુષો થઈ ગયા છે.
વર્તમાન મહંત શ્રી રામહર્ષદાસજીની પૂર્વે સંત શ્રી નૃસિંહદાસજી મહારાજે આ મંદિરમાં ત્રણ દાયકાથી પણ વધુ સમય સંતોષ, સંપ અને પરોપકારથી રહી મંદિરની નામના ખૂબ વધારી. મંદિરમાં ઘણી ગાયો પાળવામાં આવે છે અને નિયમિત દૂધપાક, પકવાત્ર વગેરે વાનગીઓ જમવામાં પીરસાય છે.
શ્રી નૃસિંહદાસજી મહારાજનો નિયમ હતો કે બધા મહેમાનો અને મંદિરવાસીઓ જમી રહે પછી જ પોતે જમે. શું જમે ? બાજરીનો રોટલો અને ભાજીનું શાક. ક્યારે ? દરરોજ. ભક્તોનો ગમે તેટલો આગ્રહ હોય, અને વૃદ્ધાવસ્થામાં શરીરની અનેક પ્રકારની અગવડ હોય તો પણ એક જ નિયમ – સાદું નીરસ, એકસરખું ભોજન અને તે પણ છેક દેહવિલય થતાં સુધી.
આખી જિંદગી આ જ ભોજનથી પૂરી કરનાર આ મહાત્માનો રસાસ્વાદત્યાગ કેવો હશે તે આપણે સૌએ વિચારવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org