________________
૪૦
સાધક-સાથી
ખોટી વાતોનો ત્યાગ
સમાજમાં ઘણા માણસો એવા જોવામાં આવે છે કે જેઓ બિનજરૂરી બોલ્યા જ કરે છે. જે વચનોથી કોઈ ઉત્તમ પ્રયોજન સિદ્ધ ન થાય તે વચનોમાં પ્રવૃત્ત થવાનું પહેલેથી જ નિષેધવા યોગ્ય છે. અન્ય મનુષ્યોની નિંદા કરવી. અપશબ્દ બોલવા, પોળને નાકે બેસીને કે પાંચ-દસ માણસોને ભેગા કરીને ગપ્પાં માર્યા કરવાં, કોઈ માણસોને કર્કશ-કટુ-હૃદયવેધક ક્રોધાદિ ઉપજાવવાવાળાં અથવા પોતાની મહત્તા બતાવનારાં વગેરે અયોગ્ય વચનો બોલવાં એ સર્વ, આપણી વચનશક્તિનો દુરુપયોગ સૂચવે છે, જે વિવેકી પુરુષોએ પ્રયત્નપૂર્વક ત્યાગવા યોગ્ય છે.
વચનશક્તિના દુર્બયનો લક્ષ્ય સામાન્ય માણસને રહેતો નથી, પણ મહાત્માઓ કહે છે કે સાધકને વીર્યપાત જેવી જ હાનિ વચનપાતથી પણ થાય છે. માટે ખૂબ જ કાળજીપૂર્વક વચનવ્યય થતો અટકાવવો જોઈએ. મૌનની આરાધના
ઘણા પ્રાચીન કાળથી મૌનની આરાધના આત્મવિકાસના એક અગત્યના અંગ તરીકે થતી આવી છે.
આ આરાધનાની શરૂઆત દર રવિવારે (અથવા કોઈ પણ એક દિવસે) બપોરે ત્રણ કલાકના મૌનથી કરી શકાય. આગળ વધતાં સાંજના ૮-૦થી સવારના ૮-૦ સુધી મૌન પાળવાની ટેવ પાડવી. વચ્ચે પ્રાર્થના, સ્તુતિ કે ભજન માટે જ માત્ર બોલવાની છૂટ રાખી શકાય. ઘનિષ્ઠ આત્મસાધનામાં ત્રણથી સાત દિવસ સુધીના મૌનથી ચિંતન-મનન અને લેખિત સ્વાધ્યાયમાં ખૂબ સહાય મળે છે. આમ, વિધવિધ પ્રકારે પોતાની શક્તિ અને સંયોગને અનુસરીને સાધકે મૌનની સાધનામાં પ્રવર્તવાનું છે.
મનન દ્વારા અને મૌનની સાધના દ્વારા જ સાચા મુનિ બની શકાય છે. વાણીનો સમ્યગુ નિરોધ કરીને અને સંકલ્પ-વિકલ્પોની જાળને છેદીને જ સમાધિની પ્રાપ્તિ થઈ શકે છે. માટે મહાન સાધકો મૌન સહિત આત્મસ્થિરતાનો નિરંતર અભ્યાસ કરે છે. ભગવાન મહાવીરે ગૃહત્યાગ કર્યા પછી સાડા બાર વર્ષ સુધી મૌન પાળ્યું હતું. મહાત્મા ગાંધીજી દર સોમવારે ઘણુંખરું મૌન પાળતા. મહર્ષિ અરવિંદ ઘોષે સત્તર વર્ષ મૌનની આરાધના કરી હતી. રમણ મહર્ષિ મનાવસ્થામાં હું કોણ'ની શોધ કરવા જિજ્ઞાસુઓને વારંવાર પ્રેરણા કરતા અને પોતે પણ મૌનમાં જ ઘણો સમય ગાળતા. આમ, અનેક મહાન સાધકોના જીવનમાં મૌનની સાધનાની
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org