________________
સમૂહકલ્યાણની ભાવના
આપણે સૌ મનુષ્યો સમાજમાં રહીએ છીએ અને આપણી સૌની સામાન્ય પસંદગી પણ સમાજમાં જ રહેવાની હોય છે. જેમ આપણે ઈચ્છીએ છીએ કે મને સુખ-સગવડ હો, શાંતિ હો તેમ આપણી સાથેનો દરેક મનુષ્ય પણ તેવી જ ભાવનાવાળો હોય છે. આ કારણથી સમાજમાં રહેલા ઘણાબધા મનુષ્યો સુખ-સગવડને પામે એવી ભાવનાથી પ્રેરાઈને જ ચતુર પુરુષો સમાજમાં રહે છે અને તેમના વડે સમૂહકલ્યાણની ભાવનાનો વિકાસ થતો રહે છે.
જો કે અધ્યાત્મપદ્ધતિમાં તો વ્યક્તિગત વિકાસને જ મુખ્યતા છે, છતાં પણ તેવા વ્યક્તિગત વિકાસને ઉપકારી ઘણાં સાધનો સમાજ વડે જ અર્પણ કરવામાં આવે છે અને તેથી જ આર્યસંસ્કૃતિમાં ગૃહસ્થાશ્રમને બીજા સર્વ આશ્રમોનો આધારસ્થંભ ગણીને તેની ઘણી પ્રશંસા કરવામાં આવી છે. આટલું જ નહિ, પરંતુ શ્રી ઋષભદેવ, શ્રીરામ, શ્રીકૃષ્ણ કે શ્રીબુદ્ધ આદિ અનેક મહાન પુરુષોએ આ આશ્રમમાં યથાયોગ્ય ધર્મઆરાધના કરીને આગળ જતાં તપ-ત્યાગ અને સંયમનો માર્ગ અંગીકાર કરેલો.
સામાન્ય રીતે મનુષ્યને માટે જીવનજરૂરિયાતની વસ્તુઓમાં અનાજ, કપડાં, ઘર અને કેળવણી ગણી શકાય. જે સમાજ સુખ, શાંતિ અને સંપથી રહેવા ઇચ્છતો હોય તેણે એ જોવું જરૂરી છે કે તે સમાજના બધા મનુષ્યોની આ પ્રાથમિક જરૂરિયાતો પૂરી પડે. આ આશયથી પ્રેરાઈને જ ભૌતિક રીતે સમૃદ્ધ ઘણા દેશોમાં સમાજ-કલ્યાણની યોજના (Scheme of Social Welfare) દાખલ કરવામાં આવી છે અને બીજા દેશો પણ એ દિશામાં પ્રયત્નશીલ છે. આ સમૂહકલ્યાણની ભાવનાનું મૂળ મનુષ્યના મનમાં સારી રીતે દૃઢ થયેલું જોવામાં આવે છે.
- આર્ય-સંસ્કૃતિના ચિંતકોએ સમાજમાં બંને પ્રકારે મનુષ્યના અધ્યાત્મવિકાસમાં સહાયભૂત થઈ શકે તેવી વ્યવસ્થાનો વિચાર કરેલો છે. સામાન્ય દૃષ્ટિએ વિચારતાં સંઘ સાધનાની મુખ્યતા હોય ત્યાં ગૃહસ્થધર્મની મુખ્યતા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org