________________
૧૦૮* *
સાધક-સાથી
(૩) “ઇન્દ્રિયોનો સંયમ સુખરૂપ છે અને ઇન્દ્રિયોનો અસંયમ દુઃખરૂપ છે' એવું જ્ઞાની પુરુષોનું વચન સાંભળીને કયો સાધક અસંયમને આદરે? જે અસંયમને છોડે છે તે તેના બાહ્ય અવલંબનરૂપ પદાર્થોને પણ છોડે છે – તેમનો ત્યાગ કરે છે.
() જેટલા પ્રમાણમાં સાધક સંયમ આદરે તેટલા પ્રમાણમાં તે ત્યાગ કરે છે. જેમ કે સદ્ગુહસ્થને, પોતાને યોગ્ય ધન-સુવર્ણ-ચાંદી, ધાતુ, વસ્ત્ર, આભૂષણ વગેરે (અચિત્ત) પરિગ્રહ તથા સ્ત્રી, પુત્ર, મિત્ર, દાસ, દાસી, ઘોડા, હાથી, ગાય આદિ (સચિત્ત) પરિગ્રહ હોય છે, પરંતુ જેટલા પ્રમાણમાં જ્ઞાન જાગ્રત હોય તેટલા પ્રમાણમાં આ વસ્તુઓ પ્રત્યેની મમતા ઓછી હોય છે. પોતાની ચિત્તવૃત્તિને મોક્ષમાર્ગમાં સ્થિર કરવા માટે ગૃહસ્થ પણ ઉપર કહેલા પદાર્થોની મર્યાદા બાંધી, તે ઉપરાંત વસ્તુઓનો સ્વીકાર કરતો નથી.
(૫) દાનધર્મ છે તે પણ ગૃહસ્થના ત્યાગનો જ પ્રકાર છે. પોતાના આત્મામાં લોભ ઘટાડવા અને અન્ય જીવોને સુખસગવડ વધારવા માટે પોતાની ધન-સંપત્તિનો યોગ્ય ધર્મકાર્યમાં ઉપયોગ કરવો તે દાનરૂપ ધર્મ પણ ગૃહસ્થના ત્યાગધર્મનું જ અંગ છે.
(૬) નિશ્ચયદૃષ્ટિથી પોતાની ખોટી શ્રદ્ધાનો ત્યાગ કરવાનો છે. એટલે કે હું દેહ છું એવી અસત્ય માન્યતાનો ત્યાગ કરી, હું ચૈતન્યસ્વરૂપ અવિનાશી આત્મા છું' એવી શ્રદ્ધા દૃઢ કરવાની છે. વળી ક્રોધ, અભિમાન, લોભ, ઈષ્યભાવ, નિંદા, માયાચાર વગેરે વિકારી ભાવોનો ત્યાગ કરવો તે અત્યંતર ત્યાગ છે. ત્યાગના અનેક પ્રકાર છે : તો પણ લોક-પ્રતિબંધ. સ્વજન-પ્રતિબંધ, દેહાદિ-પ્રતિબંધ અને સંકલ્પવિકલ્પ-પ્રતિબંધ એમ ચાર પ્રકારે પ્રતિબંધોનો ત્યાગ કરવા માટે જ્ઞાની પુરુષોએ પ્રેરણા કરી છે, માટે તે અર્થે યોગ્ય ઉદ્યમ કરવો અને બંધનરહિત થવું.
(૭) નેહરૂપી રાગને લીધે જ મનુષ્ય વિષયોમાં ફસાય છે, વિષયોની. સત્તાનો અનુભવ કરે છે, મનને મલિન કરે છે, કર્મબંધથી લેપાય છે અને અંતે અનેક દુઃખોની પરંપરાને પામે છે. માટે રાગનો ત્યાગ કરવાથી દુઃખની સંતતિની ઉત્પત્તિ થતી અટકી જાય છે.
(૮) ખરેખર ઉત્તમ ત્યાગધર્મ તો સર્વસંગપરિત્યાગી મુનીશ્વરોનો છે, જેઓએ સર્વ પ્રકારના લૌકિક પ્રતિબંધોને છેદીને આત્મજ્ઞાનસહિત સંયમ, તપ, ધ્યાન અને વૈરાગ્યની સાધનામાં ખેદરહિતપણે પોતાનું જીવન જોડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org