________________
આત્મજાગૃતિ
૯૫
તરત જ કહ્યું: ‘તે સદાત્મા તે મારી અંદર રહેલો મારા અંતરાત્માનો અવાજ છે, તેને જ શાસ્ત્રોમાં વિવેક અથવા પ્રજ્ઞાશક્તિ કહે છે. જે જે સાધકો આ ઉત્તમ સાથીને સાથે રાખીને સાધનામાર્ગે આગળ વધે છે તેમનો બધાં વિનોથી બચાવ થઈ જાય છે અને ઈષ્ટ ધ્યેયની સિદ્ધિ થઈ જાય છે.
[૩] લગભગ પચાસ વર્ષ પહેલાંની આ બિના.
તે વખતે પંડિત માલવિયાજીએ સ્થાપેલી બનારસ હિંદુ યુનિવર્સિટીના બાલ્યકાળના દિવસો. વિશિષ્ટ ગુણવાન માણસોને જે ત્યાં નોકરી મળતી હતી. તે વખતે ઉપકુલપતિપદ આચાર્ય નરેન્દ્રદેવ શોભાવતા હતા. હોદ્દાની રૂએ તેમને બંગલો, મોટર, નોકર વગેરે બધી સગવડો સંસ્થા તરફથી આપવામાં આવી હતી.
એક વાર તેઓ રિક્ષામાં બેસીને કોઈને મળવા જઈ રહ્યા હતા. તેમના એક ખાસ મિત્રની નજર તેમના ઉપર પડી. મિત્રે હાથ ઊંચો કરી રિક્ષા ઊભી રાખી નરેન્દ્રદેવને પૂછયું : કેમ મહાશય ! મોટર ક્યાં મૂકી આવ્યા છો કે રિક્ષામાં નીકળવું પડ્યું ?” “ભાઈ ! હું તો અત્યારે મારા અંગત કામ માટે જાઉં છું તો મારાથી સંસ્થાની ગાડી કેમ વાપરી શકાય ? જો કે કોઈ વખત તાત્કાલિક અંગત કાર્ય માટે મારે સંસ્થાની મોટર વાપરવી પડે છે પણ તેનું પેટ્રોલ વગેરેનું બિલ હું ચૂકવી દઉં છું.” નરેન્દ્રદેવે કહ્યું અને રિક્ષા આગળ ચાલી.
આટલી સૂક્ષ્મ જાગૃતિ જોઈને પેલો મિત્ર તો મનોમન નરેન્દ્રદેવને અભિનંદન જ આપતો રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org