________________
નિવૃત્તિની ઉપયોગિતા
૨૪૩
નિવૃત્તિની ઉપયોગિતા ઃ જીવંત દૃષ્ટાંતો [૧]
આ યુગના પ્રથમ પંક્તિના તત્ત્વજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજીને ત્રેવીસ વર્ષની ઉંમરે શુદ્ધ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. આ સમય દરમ્યાન તેઓ મુંબઈમાં ઝવેરાતનો વેપાર પણ કરતા હતા. જેમ જેમ સાધના આગળ વધતી ગઈ તેમ તેમ તેઓને સ્પષ્ટ જણાવા લાગ્યું કે વિશેષ આત્મોન્નતિ માટે નિવૃત્ત જીવન વધારે ઉપકારી છે.
ત્યાર પછીનાં વર્ષોમાં શ્રીમદ્ રાજચંદ્રજી એકાંતવાસ માટે વારંવાર મુંબઈથી બહાર નીકળી જઈ ઇડરના પહાડો, ઉત્તરસંડાનાં જંગલો કે વસો, કાવિઠા વગેરે ચરોતરના એકાંત પ્રદેશમાં જતા. આવાં સ્થળોમાં પંદર દિવસ
કે માસ બે-માસ સુધી રોકાઈને શાસ્ત્રાધ્યયન, આત્મચિંતન અને ધર્મવાર્તામાં પોતાનો કાળ નિર્ગમન કરતા અને આમ પ્રગાઢપણે
આત્મસાધના કરતા.
પોતાના ઉપદેશમાં પણ તેઓ સત્સંગની સાધના અને આરંભપરિગ્રહની નિવૃત્તિ ઉપર ખાસ ભાર આપતા અને મુમુક્ષુઓને એકાંત, શાંત સ્થળોમાં રહી આત્મસાધન કરવાની પ્રેરણા કરતા.
[૨]
પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિના સંગમરૂપ એવા ઇરાન દેશની, થોડી સદીઓ પહેલાંની આ વાત છે. એક વખત તે દેશમાં ભારે દુકાળ પડ્યો. સામાન્ય અને મધ્યમ વર્ગના માણસો પાસે ખાવાનું કંઈ સાધન બચ્યું નહિ. ભૂખ્યા લોકોએ ચોરી, લૂંટ અને ધાડ પાડવાના ધંધા ચાલુ કરી દીધા.
આ સમયે ત્યાંના એક શાહ સોદાગર પર પણ ગરીબ લોકોની દૃષ્ટિ પડેલી, પરંતુ નસીબનો બળિયો તેથી હજુ લૂંટાયો નહોતો. કંઈક વિચક્ષણ હતો તેથી આખરે તે એવા નિર્ણય પર આવ્યો કે આ બધી ચિંતાનું કારણ આ સંપત્તિ અને વૈભવ જ છે. આમ વિચારી તેણે પોતાની સંપત્તિ દીનદુઃખીઓને આપી દીધી અને થોડી કુટુંબીજનોને આપી પોતે ફકીર બની ગયો. આમ કરવાથી તેને કંઈક હળવાશનો અનુભવ થયો. હવે ન રહી ચિંતા કે ન રહ્યો ભય. ભૂખ લાગે ત્યારે ભિક્ષા માગી લાવે અને મનમાં રાજી થાય, ફિકરકા ફાકા કર્યા તાકા નામ ફકીર.’
એક વાર તે સમયના પ્રસિદ્ધિ સંત આઝર કૈવાન તે ગામમાં આવી ચડ્યા. સંતે આ ફકીરને પૂછ્યું : 'કેમ, આનંદમાં છે ને ?’ ફકીરે કહ્યું, ‘હવે તો
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International