________________
ક્ષમા
તોડીને ચૂસ્યા તે વખતે ખેતરનો રખેવાળ આવ્યો એટલે તેઓ ભાગી ગયા. આ બાજુ સ્વામી રામદાસ તો પ્રભુસ્મરણમાં બેઠા હતા. તેમને જોઈને રખેવાળે વિચાર્યું કે આ કારસ્તાન કરનાર આ ગોસાઈ જ લાગે છે. આમ માની રખેવાળે તેમને ખૂબ માર્યા અને ત્યાંથી હાંકી કાઢ્યા. સમતાધારી સ્વામી રામદાસ કાંઈ પણ બોલ્યા નહિ.
આ બાજુ સ્વામી રામદાસ જ્યારે શિવાજી પાસે ગયા ત્યારે તેમણે રામદાસના શરીર પર અનેક ઘા જોયા. શિષ્યો પાસેથી હકીકત જાણી ખેતરના રખેવાળને તુરત જ ગિરફતાર કરીને શિવાજી સમક્ષ લાવવામાં આવ્યો. શિવાજી કહે : ‘ગુરુદેવ ! આને હું શી શિક્ષા કરું ?” રામદાસ કહે “એને હું જાતે જ શિક્ષા કરીશ.’ આમ કહી તેમણે પોતાનો ન્યાય રજૂ કર્યો. ‘આજથી આ ખેતર આ રખેવાળને ઈનામમાં આપવું અને જ્યાં સુધી તે જીવે ત્યાં સુધી તેની બધી જમીનનો કર માફ કરી દેવો.’
આ ન્યાય સાંભળી ખુદ શિવાજી મહારાજ, સમસ્ત દરબારીઓ અને સ્વામી રામદાસના શિષ્યો – સૌ સ્તબ્ધ થઈ ગયા અને મનમાં વિચારવા લાગ્યા : જુઓ ! મહાપુરુષોનાં દિલાવર દિલ ! અપકાર કરનારને પણ સંપૂર્ણ ક્ષમાં આપી તેના ઉપર ઉપકાર કર્યો !
[] પંજાબના કેસરી તરીકે પ્રસિદ્ધ થયેલા રાજા રણજિતસિંહ આપણા દેશના એક મહાન રાજવી થઈ ગયા (ઈ.સ. ૧૭૮૦-૧૮૩૯).
એક વાર તેઓ શહેરના બહારના ભાગમાંથી જઈ રહ્યા હતા એટલામાં તેમને એક પથરો વાગ્યો. મહારાજાને તકલીફ થઈ અંગરક્ષકો દોડી આવ્યા. થોડી વારમાં તો એક ઘરડી બાઈને લઈને સિપાઈઓ હાજર થયા. બાઈ ડરથી થર થર કાંપતી હતી. તેણે પોતાની વાત રજૂ કરી : “મહારાજ ! મારો આ પૌત્ર ત્રણ દિવસથી ભૂખ્યો છે અને કાંઈ ખાવાનું મળ્યું નહોતું તેથી મેં આ આંબાના ઝાડ પર પથરો માર્યો કે જેથી તે પાકું ફળ મને મળી જાય તો આ મારા પૌત્રની ભૂખ ભાંગે. પરંતુ મારું નસીબ એટલું ઊંધું કે જેથી પથરો નિશાન ચૂકી ગયો અને આપને વાગી ગયો. મહારાજ ! દયા કરો, મારો ઈરાદો આપને પથરો મારવાનો બિલકુલ નહોતો.”
બાઈની વાત સાંભળી મહારાજાએ કહ્યું : “આ બાઈને એક હજાર રૂપિયા અને સીધું (ખાવાનો સામાન) આપો તેમ જ આદરપૂર્વક તેને ઘર સુધી પહોંચાડી દો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org