________________
રસાસ્વાદનો જય
૪૫
બચી શકાશે. પાંચ કે છ વસ્તુઓનો નિયમ સામાન્ય સાધકને ખૂબ ઉપયોગી છે. આગળની દશામાં અમુક ખારો, ખાટો કે ગળ્યો રસ છ માસ, બાર માસ કે એવી અવધિથી છોડીએ તો ક્રમે કરીને રસપરિત્યાગ નામના તપની સિદ્ધિ થાય.* જીવ લંપટ ન બને અને શારીરિક સ્વાચ્ય ન બગડે એવા વિવેકપૂર્વક કરેલો વિવિધ રસોનો ત્યાગ સાધકને અનેક રીતે ઉપયોગી નીવડે છે.
બહુ સ્વાદિષ્ટ ખોરાકથી આહારની માત્રા વધી જતાં હોજરીના, આંતરડાના, યકત (લિવર)ના અને જીભના અનેક પ્રકારના રોગ થવા સંભવ છે, ઊંઘ અને આળસ વધી જાય છે, સમસ્ત તામસિક ગુણોની વૃદ્ધિ થાય છે અને સ્વાધ્યાય, જાપ, ધ્યાન, ભજન વગેરે સાધનો એકાગ્રતાપૂર્વક બની શકતાં નથી.
અહિંસા અને બ્રહ્મચર્યની સાધનામાં પણ અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે. ક્યાં, ક્યારે, કેવી રીતે, કેવા સંજોગોમાં, કેવી વાનગીઓ ખાવાની છે તેના જ વિચારમાં અને વિવરણમાં મન રોકાઈ રહે તો પ્રભુસ્મરણ, ભક્તિ કે સ્વાધ્યાયમાં ચિત્ત કેવી રીતે ચોટે ?
વિવેકી પુરુષને આહારની લોલુપતા હોઈ શકે નહિ. જે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં ઘણો સમય, શક્તિ અને ખર્ચ લગાવીએ છીએ તેનો સ્વાદ માત્ર તે વાનગી મોંમાં રહે ત્યાં સુધી જ રહે છે. એક વાર અન્નનળી કે તેની નીચે કોઈ પણ વાનગી ગઈ ત્યાર પછી તો તેનું એક જ અંતિમ સ્વરૂપ હોય છે – અને તે છે વિષ્ટા. માટે વિવેકી પુરુષોએ સમજણપૂર્વક જ આહાર આદિમાં પ્રવૃત્તિ કરવી યોગ્ય છે.
એક એક ઇન્દ્રિયને વશ થવાથી હાથી, માછલી, ભમરો, પતંગિયું અને હરણ પોતાના પ્રાણ ગુમાવે છે. જો વિવેકને પ્રાપ્ત માનવ પણ આમ જ કરે તો તેની શું વિશેષતા ? વળી માનવને પણ શું તે રસલોલુપતાનું ફળ નહિ ભોગવવું પડે ? આમ વિચારી ફરી ફરી સાદા, સાત્ત્વિક, નિયમિત અને સપ્રમાણ ભોજનને સાધકે સ્વીકારવું રહ્યું.
રસાસ્વાદજયનો મહિમા (૧) યોગ્ય આહારવિહારવાળા પુરુષને યોગસાધનાથી સર્વદુઃખોનો નાશ થાય છે.
* કોઈ કોઈ દિવસ જે વાનગી ખૂબ ભાવતી હોય તે ન લેવાનો તત્ક્ષણ નિર્ણય કરવાથી જીભને માલૂમ પડી જશે કે મારું ધારેલું બધું હવે મળશે નહિ અને તેથી ધીમે ધીમે તે પણ સાધનામાં સહકાર આપશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org