________________
૧૨૬
સાધક-સાથી
જુદા જુદા કર્મના પ્રભાવથી જાણવી. મનુષ્યપણું, દેવપણું, પશુપણું કે નારકીપણું પણ કર્મથી જ પ્રાપ્ત થાય છે. દરેકનાં શરીર જુદાં, રંગ જુદા, બુદ્ધિ જુદી, અંગોપાંગ જુદાં, સ્ત્રી-પુત્રાદિના સંયોગ જુદા, રુચિ જુદી, તાસીર જુદી, ઊંચાઈ, જાડાઈ, પહોળાઈ કે રૂપ જુદાં, રોગી-નીરોગી અવસ્થા જુદી, કુળ, જુદાં, આયુષ્ય ઓછું-વધારે વગેરે અનેક પ્રકારે ભિન્નતા પ્રત્યક્ષપણે જોઈ શકાય છે. આવી અનેક પ્રકારની વિભિન્નતાઓ, જીવે, આગલા ભવે બાંધેલાં જુદાં જુદાં કર્મોની અનેક પ્રકારની વિચિત્રતાઓનાં ફળરૂપે બને છે અને નિશ્ચયથી જાણવા યોગ્ય છે. કર્મસિદ્ધાંતના જ્ઞાનનું ફળ
આવા કર્મસિદ્ધાંતના નિયમોને જે પુરુષ સદ્ગુરુના યથાર્થ બોધ દ્વારા સારી રીતે જાણે છે તેને વિશ્વમાં બની રહેલી અનેક પ્રકારની આશ્ચર્યકારક ઘટનાઓથી કાંઈ પણ ક્ષોભ કે મોહ થતો નથી, કારણ કે તેણે જગતના સંચાલન પાછળ રહેલાં સુનિશ્ચિત પરિબળોનું વૈજ્ઞાનિક જ્ઞાન સંપાદન કર્યું છે. સત્સંગના યોગે તત્ત્વનું આવું પરિજ્ઞાન જે અવિરત પુરષાર્થ દ્વારા આરાધે છે, તેને પોતાના એક શુદ્ધ આત્મતત્ત્વને વિશે જ નિજબુદ્ધિ ઊપજે છે અને ક્રમે કરીને દૃઢ થાય છે. જેમ જેમ અભ્યાસ દ્વારા આત્મામાં આત્મબુદ્ધિ દૃઢ થાય છે, તેમ તેમ પરવસ્તુઓમાં અને કર્મજન્ય ભાવોમાં પણ નિકપણાની બુદ્ધિ ઘટતી જાય છે. આમ, કર્મોદયના નિમિત્તથી થતા ભાવોમાં જે અટકતો નથી, તે ભાવોને જે અનુસરતો નથી તેને વિભાવભાવોની હાનિ થતી જાય છે અને એક અખંડ ટંકોત્કીર્ણ-શુદ્ધ-વિજ્ઞાનઘનચિન્માત્ર આત્મસત્તાની પ્રતીતિ અને લક્ષ વધતાં જાય છે. જેના ફળરૂપે તે સાધકને તે ચિત્માત્ર તત્ત્વનો આનંદદાયક અનુભવ થાય છે. આમ, સમસ્ત ધર્મસાધનાનું નવનીત તેને પ્રાપ્ત થાય છે.
આ ક્રમ અને વિધિથી જો સાધકને મોહ અને મમતાનો નાશ કરવામાં અને પરમશાંત, શુદ્ધ સમાધિ દશાની પ્રાપ્તિ કરવામાં કર્મના નિયમોનું યથાર્થ જ્ઞાન સહાયક થાય છે તો ક્યો સાધક તે કર્મ-નિયમોનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં પ્રમાદ કરે ?
કર્મની વિચિત્રતાનો મહિમા (૧) યુધિષ્ઠિર જેવા મહાત્માને પણ રાજ્ય છોડી વનમાં રહેવું પડ્યું અને છેલ્લું એક વર્ષ તો સમસ્ત જગતથી છૂપા રહેવું પડ્યું હતું એ કર્મની કેવી વિચિત્ર ગતિ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org