________________
સત્યનિષ્ઠા
૧૧૭
સત્યનો મહિમા (૧) વિદ્યા સમાન નેત્ર નથી, સત્ય સમાન કોઈ તપ નથી, રાગ સમાન કોઈ દુઃખ નથી અને ત્યાગ સમાન કોઈ સુખ નથી.
(૨) સત્ય તો સત્ય જ છે, તે સનાતન છે, એકરૂપ છે પરંતુ સાચી શ્રદ્ધા અને સાચા જ્ઞાનના અભાવથી, નિજકલ્પના વડે અનેકરૂપ ભાસે છે.
૩) શુદ્ધ સત્ય છે તે જ ધર્મ છે, અસત્ય કદાપિ ધર્મરૂપ હોઈ શકતું નથી. જ્યાં અસત્ય કલ્પનાનો આશ્રય લેવામાં આવે ત્યાં ધર્મ ઢંકાઈ જાય છે, તેના પર આવરણ આવી જાય છે.
(૪) જે સત્યને ઓળખે છે; મનથી, વચનથી અને કાયાથી સત્યનું આચરણ કરે છે તેને ઈશ્વરની ઓળખાણ થાય છે. સત્ય વડે તે ત્રિકાળદર્શી થઈ જાય છે અને સદેહે તેને મુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે.
(૫) જેવી રીતે ઝળહળતી જ્યોતિવાળા દીપકને અંધકારમાં છુપાવી શકાતો નથી, તેવી રીતે સત્યને પણ છુપાવી શકાતું નથી, કારણ કે તે પોતે જ પ્રકાશરૂપ છે.
(૬) પૂર્ણ સત્યવાદી તો તે છે કે જેને માટે સત્ય બોલવું તે વિધિનિષેધનો વિષય નથી પરંતુ પોતાનો સહજ સ્વભાવ છે.
(૭) સત્યને જીવનમાં વણી લેવાથી શાંતિનો અનુભવ થાય છે, નિર્ભયતા રહે છે, જગતમાં સુયશની પ્રાપ્તિ થાય છે, સમસ્ત વિદ્યાઓની સિદ્ધિ થાય છે તથા વિશ્વસનીયતા, પૂજ્યપણું અને લોકપ્રિયતા પ્રાપ્ત થાય છે. સત્ય વડે જ જપ-તપ-સંયમાદિ સર્વ ધર્મસાધનાનું સફળપણું છું; માટે વિવેકી પુરુષો સત્યનિષ્ઠાને મરણાંતે પણ છોડતા નથી.
સત્યનિષ્ઠાનાં જીવંત દૃષ્ટાંતો
[૧]. ગઈ સદીમાં બંગાળમાં રાણાઘાટના પાલ ચૌધરીઓમાં મુખ્ય શ્રી કૃષ્ણપાન્તી નામના એક મહાપુરુષ થઈ ગયા. પોતાના વચનપાલન માટે તેઓનો સુયશ ચારે દિશામાં ફેલાયેલો હતો.
એક દિવસ તેમણે એક માણસ સાથે મીઠાનો સોદો કર્યો જેના બાના પેટે તે માણસ તેમને અમુક રકમ આપી ગયો. પૈસાની અગવડને લીધે તે માણસ પાછળથી ન તો મીઠું લઈ ગયો કે ન તો બાનાના પૈસા પાછા લેવા આવ્યો. આ અરસામાં મીઠાના ભાવ ખૂબ જ વધી ગયા. કૃષ્ણપાન્તીએ
પોતાનું બધું મીઠું વેચી નાખ્યું પણ એટલા મીઠા માટે પેલો માણસ બાનુ આપી Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org