________________
૨૭
હનુમાન તરફ, ભીમનાથના આરે, ખડ્ગધારેશ્વરની ઝાડીમાં અથવા કોટેશ્વરની ઝાડી વગેરે એકાંત સ્થળોમાં ધ્યાન કરવા ચાલ્યા જતા.
સાધક–સાથી
એક દિવસ દૂધેશ્વરના ઘાટ પાસેના કાશ્મીરી મહાદેવના ઓટલા પર સાંજના સાત-આઠ વાગ્યાના સુમારે તેઓ ગયા અને બહાર ઓટલા પર બેસીને પ્રભુસ્મરણ કરવા લાગ્યા. કોઈ સંન્યાસીને આ વાતની જાણ થતાં ત્યાંના મહારાજ પાસેથી ગોદડી લઈ રાત્રે વાપરવા માટે આપી. મહારાજ તો પ્રભુસ્મરણમાં મસ્ત હોવાથી તેમનું તે તરફ ધ્યાન ગયું નહિ. સવારે ત્યાંના અધિષ્ઠાતા આત્માનંદ સ્વામી બહાર નીકળ્યા અને જોયું તો આ મહાત્માને જોયા. તુરત તેઓ મહારાજશ્રીની પાસે પશ્ચાત્તાપ લેવા તૈયાર થઈ ગયા પણ આ મહાત્માને ક્યાં મોટાપણું હતું. તેમની લગન તો પ્રભુસ્મરણમાં આત્મ-સ્મરણમાં જ મુખ્યપણે હતી, તેથી તેવું કોઈ પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી એમ જણાવી ઊલ્ટું પ્રભાતમાં આપનાં દર્શન થવાથી મને પ્રસન્નતા થઈ’ એમ તેમણે પ્રત્યુત્તર વાળ્યો.
આ મહાત્મા તે ગુજરાતના પ્રસિદ્ધ સંત શ્રી સરયુદાસજી મહારાજ. [૩]
યુરોપમાં સ્ટીવન નામના એક ધાર્મિક પુરુષ થઈ ગયા. તેઓ અતિ ઉદાર, નિર્ભય, ન્યાયપરાયણ અને સત્યનિષ્ઠ હતા. તેમના મિત્રોએ એક વખત તેમને પૂછ્યું : “ધર્મદ્રોહી પુરુષો તમારા ઉપર હુમલો કરે તો તમે શું કરો ?” તેમણે કહ્યું, “હું મારા મજબૂત કિલ્લાની અંદર સુરક્ષિતપણે બેસી રહીશ.”
આ વાત તેમના શત્રુઓને કાને પહોંચી. લાગ જોઈને જ્યારે એક દિવસ તેઓ એકલા જતા હતા ત્યારે તેમને ઘેરીને તેઓ બોલ્યા, “ગુરુજી ! બતાવો, હવે તમે ક્યાં જવાના છો ? તમારો કિલ્લો ક્યાં છે ?” આ સાંભળી મહાત્માએ પોતાની છાતી ઉપર હાથ મૂકી કહ્યું, “આ મારો અભેદ્ય કિલ્લો છે. તમે શસ્ત્રો વડે કરીને આ ક્ષણભંગુર શરીરને કાપી નાખી શકશો, પણ અંતરમાં રહેલી નિર્મળ આત્મજ્યોત તો તમે કોઈ પણ રીતે બુઝાવી શકો તેમ નથી. હવે હું મારા આ અભેદ્ય કિલ્લામાં પ્રવેશ કરું છું. તમારે જે કરવું હોય તે કરો.” આમ કહી તેઓ ધ્યાનમગ્ન થઈ ગયા.
આવી નિર્ભયતા, તેજસ્વીતા અને આત્મવિશ્વાસપૂર્વકની ધાર્મિક વૃત્તિ જોઈ શત્રુઓ વિસ્મયચકિત થઈ ચાલ્યા ગયા અને મનમાં તેમની પ્રશંસા કરવા લાગ્યા. ઈ.સ. ૧૦૫૮માં આ મહાત્માનો દેવિલય થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org