________________
સાધક-સાથી
સમય ગાળવો, સૂક્ષ્મ તત્ત્વનું અધ્યયન અને મનન તથા તદ્દન સાદા જીવનને અપનાવવું વગેરે આ શ્રેણીના સાધકની ખાસ વિશિષ્ટતા છે. કરણાના અંશોના અલ્પ સદ્દભાવને કારણે આ મહાપુરુષ પ્રસંગોપાત્ત ધર્મલોભી સાધકોને પોતાના જ્ઞાનનું દાન કરે છે અથવા સંયમની સાધનામાં યોગ્ય માર્ગદર્શન આપે છે.
આ સર્વોત્તમ સાધકો જ યથાસમયે મહાન પુરુષાર્થ કરી પૂર્ણ એવા પરમાત્મપદને પ્રાપ્ત કરી લે છે.
નિર્મોહીપણાનો મહિમા (૧) જેનો મોહ ઘણો ઘટી ગયો છે, શાંત થઈ ગયો છે તે જ્ઞાની છે અને જેનો મોહ સર્વથા નાશ પામ્યો છે તે પૂર્ણ જ્ઞાની પરમાત્મા જ છે.
(૨) જ્યાં સુધી આત્મભ્રાંતિરૂપી મોહ નાશ ન પામે ત્યાં સુધી આ જીવનમાં પણ સાચી શાંતિ મળે નહિ અને પરલોકમાં પણ શાંતિ મળે નહિ.
| (૩) જેને મોહ અને માયા સ્પર્શતાં નથી, જેના મનમાં દૃઢ વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, જેને આત્મારામની જ લગની લાગી છે તે પુરુષ પોતે જ તીર્થસ્વરૂપ છે.
(૪) જેમ જેમ મોહનો નાશ થાય તેમ તેમ આત્માના આનંદની વૃદ્ધિ થાય છે, માટે આત્માનંદના ઇચ્છુક પુરુષોએ મહાન પ્રયત્નથી મોહની સેનાનો નાશ કરવાનું પરાક્રમ દાખવવું જોઈએ.
(૫) જેનો મોહ વિશેષપણે નાશ પામે છે તે મહાત્માના જીવનને વિશે પરમાર્થસ્વરૂપ એવા અનેક ગુણો પ્રગટે છે – જેવા કે સંતોષ, વિનય, ક્ષમા, તપ, નિઃસ્પૃહતા, બ્રહ્મચર્ય, એકાંતપ્રિયતા જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી વગેરે વગેરે. (ડ) (૪) મંદ વિષય ને સરળતા સહ આજ્ઞા સુવિચાર,
કરુણા-કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ઘાર. (વ) રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ,
જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્યપાત્ર મહાભાગ્ય. જીતી મોહ જ્ઞાનસ્વભાવથી જે અધિક જાણે આત્મને; પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જિતમોહી કહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org