________________
૧૫
સાધક-સાથી
પાડવો જોઈએ – પેલા અંગરેજને. ગાંધીજી પણ એના સામે બહારવટે ચડ્યા છે ને ?”
હા...મીંય સાંભળ્યું છે કે માત્માજી ઈના સામે પડ્યા છે. સોનિયો બોલ્યો. અને મહારાજે પોતાની વાતોમાં સૌને રસ લેતા કરી દીધા.
આ બનાવ પછી બે-ત્રણ દિવસે એક ધાડ પાડવાની વેતરણમાં તેના સાથીઓ પડ્યા હતા. સોનિયો તો સૂનમૂન એક બાજુ બેઠેલો. પારકો મલક પચાવી પાડેલા પેલા ગોરાને જ લૂંટવા જેવા છે. ગાંધીજીની વાત સાચી છે, આ તો આપણા જ લોકોને લૂંટીને શું કરવાનું... અને સોનિયો વિચારે ચડી ગયો.
ચાલો સોનાજી, નિશાન પર ત્રાટકવાની બધી તૈયારિયું થઈ ગઈ છે.’ સાથીદારએ સોનિયાને બોલાવ્યો.
આજથી મારી ને તમારો મારગ જુદો.” સોનિયો બોલ્યો. એણે પોતાની હથિયાર હેઠાં મૂકી દીધાં. એનો માંયલો આત્મા જાગી ઊઠ્યો હતો. પછી તો મહારાજને શરણે આવી ગયો. ગામના સૌ લોકોના આનંદનો પાર નહોતો. ગાયકવાડ સરકાર પણ હવે ખુશ હતી.
- હવે તે ગામમાં કોઈ ચોરી, લૂંટફાટ કે વ્યસન કરનાર નહોતું, મજૂરી અને ખેતીથી સૌ પેટ ભરતા. આ જ સોનિયાએ વિનોબાજીને ભૂદાનમાં શક્તિ પ્રમાણે જમીન આપી હતી.
એક માણસની અડગ નિષ્ઠા અને સૌનું કલ્યાણ કરવાની ભાવનાથી આખું ગામ પલટાઈ ગયું.
[૨] સ્વિડન દેશના રાજાની બહેન યુજિનીએ પોતાને પહેરવા યોગ્ય થોડુંક રાખીને બાકીનાં બધાં ઝવેરાત-દાગીના વેચીને એક ધમાંદા દવાખાનું બંધાવ્યું હતું. માત્ર ધનથી જ નહિ, પણ પોતાની જાતે હાજર થઈને તનથી પણ તે દર્દીઓની યથાસંભવ સેવા કરતી અને દવાખાનાનો સામાન્ય વહીવટ સંભાળતી.
એક દિવસ રાજકુટુંબની આ મહાન સ્ત્રીને સેવિકાના રૂપમાં જોઈને એક દરદી ભાવવિભોર થઈ ગયો. અને તેની આંખમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યાં. યુજિનીએ આ દૃશ્ય જોયું અને તે તરત બોલી ઊઠી : “આજે મારાં હીરા-મોતીને ફરીથી જોવાનો અવસર મને પ્રાપ્ત થયો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org