________________
૨૦૨
સહન કરવી પડતી ત્યારે એક કે બે વસ્તુઓથી પેટ ભરી લેવું પડતું.
જેમને કોઈનું કાંઈ પણ લઈ લેવું નથી અને કોઈ પણ પ્રાણીને દુઃખ દેવું નથી તેવા મહાત્માઓ તો સમતાની આરાધના દ્વારા પોતાના વ્રતપાલનમાં દૃઢતા કેળવતા થકા આત્મમસ્તીમાં જ પોતાનું જીવન વ્યતીત કરે છે.
[3]
સાધક–સાથી
લગભગ ઇ.સ. ૧૮૭૫નું વર્ષ. યમુના નદીનો કિનારો. નીરવ શાંતિમાં એક સંન્યાસી ધ્યાનસ્થ થઈને બેઠા હતા. ત્યાં કોઈ ભક્ત બાઈ નદીમાંથી સ્નાન કરીને પાછી ફરી રહી હતી. તેણીની નજર આ યોગી ઉપર પડી. તેમની પવિત્ર મુદ્રા જોઈ તેણીને મહાત્માની વંદના કરવાની ભાવના જાગી. તેણીએ મહાત્મા પાસે જઈને નમસ્કાર કર્યા પણ તેના ભીના માથાનો સ્પર્શ થવાથી મહાત્માની આંખો ઊઘડી અને તુરત કહેવા લાગ્યા, “અરે માતા ! અરે મૈયા !’
આ શબ્દો ઉચ્ચારતાંની સાથે જ તેઓ પાસે આવેલા પર્વત ઉપર ચડી ગયા અને તે પર્વત પર આવેલા મંદિરના એક ખંડિયેરમાં ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ ધ્યાન અને જાપમાં વિતાવ્યાં. અબુદ્ધિપૂર્વક થઈ ગયેલા સ્ત્રી-સ્પર્શનું કેવું પ્રાયશ્ચિત્ત !
આવી હતી આ સંન્યાસીની બ્રહ્મચનિષ્ઠા. આ સંન્યાસી હતા ભારતના મહાન સપૂત, આર્યસમાજના સંસ્થાપક સ્વામીશ્રી દયાનંદ સરસ્વતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org