________________
૨૫૦
સાધક-સાથી
સમૃદ્ધિ જોઈ વિચારક સાહિત્યકારોને હિંદી ભાષાનું સાહિત્ય સમૃદ્ધિ પામે તેવી નિરંતર ભાવના રહ્યા કરતી.
આ સમય દરમિયાન મધ્ય પ્રદેશમાં જન્મેલો અને શિક્ષક તરીકે કામ કરતો એક યુવાન મુંબઈમાં એક પત્રના સંપાદક તરીકે આવ્યો. તેના અંતરમાં સમાજસેવા, સાહિત્યસેવા અને ધર્મસેવાની લગન હતી. અહીં પોતાના પત્રના સંપાદનકાર્યને તેણે ખૂબ ઉત્સાહ, ધીરજ અને શ્રમથી ઉપાડી લીધું અને સાદગી, સ્વાધ્યાયશીલતા, સંતોષ તથા ઉત્કટ સાહિત્યપ્રેમને લીધે થોડા કાળમાં સાહિત્યક્ષેત્રે વિશિષ્ટ સ્થાન સંપાદન કર્યું
અહીં પં. પન્નાલાલજી બાકલીવાલ નામના મહાન જૈન સાહિત્યસેવીના અંગત પરિચયની આ યુવાન પર ખૂબ અસર થઈ અને હિંદી, ગુજરાતી, મરાઠી અને સંસ્કૃત ભાષાઓનાં વિશાળ સાહિત્યના અભ્યાસ સાથે ઈ. સ. ૧૯૧૨ના સપ્ટેમ્બરની ૨૪મી તારીખે તેણે હિંદી-ગ્રંથ-રત્નાકર-કાર્યાલયની સ્થાપના કરી.
એક બાજુ સાદું જીવન જીવીને પોતાની બધી બચતને તેણે આ સંસ્થામાં લગાવી. ત્યાં પં. સુખલાલજી તરફથી સાહિત્યિક અને શેઠ માણિકચંદજી તરફથી આર્થિક સહાય મળતાં દસ વર્ષના ગાળામાં તેણે સંસ્થાને એક ઉચ્ચ કક્ષાની પ્રકાશન સંસ્થા બનાવી દીધી. તેણે અનેક ઉત્તમ જૈન ગ્રંથોનું પદ્ધતિસરનું સંપાદન, સંશોધન અને અનુવાદ-કાર્ય કર્યું અને લગભગ છ દાયકા સન્શાસ્ત્રોની સેવામાં વિતાવ્યા.
સમાજ-સુધારણામાં પુનર્લગ્ન, સ્ત્રી-સમાજનો ઉદ્ધાર અને પંડિતોની સંકીર્ણ સાંપ્રદાયિકતાને તેણે પડકાર્યો. પોતે અધ્યયન-શીલતાથી અનેક શાસ્ત્રોનો સાંગોપાંગ અભ્યાસ કરીને તથા સરળતા આદિ સગુણોથી અને સવ્યવહારથી થોડા જ વખતમાં એક ઉચ્ચ વિદ્યાવ્યાસંગી તરીકે પ્રસિદ્ધ થયા. પોતાની ઘણીખરી બચતને સાહિત્યસેવામાં દાન તરીકે આપી દીધી અને નવોદિત સાહિત્યકારોની ઉત્તમ ચુનાઓ પણ પોતાની સંસ્થા દ્વારા પ્રકાશિત કરી.
આમ સતત શ્રમ, સાદગી, સ્વાધ્યાય. દાન તથા વિનયાદિથી પોતાના જીવનને ઉન્નત બનાવનાર આ પુરુષ તે પ્રસિદ્ધ સાહિત્યસેવી પંડિત શ્રી નાથુરામ પ્રેમી.
[૨] આ સદીની શરૂઆતનો બનાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org