________________
૧૮
સાધક-સાથી
વિષયનો વિશેષ વિસ્તાર “આત્મજાગૃતિ' પ્રકરણમાંથી અવલોકવાની વાચકને વિનંતી છે.
દયાપાલનના આ સામાન્ય ગૃહસ્થોપયોગી પ્રકારોનું કથન થયું. મુનિધર્મમાં તો આનાથી પણ વિશેષ, અને સૂક્ષ્મ પ્રકારોનું પાલન આવશ્યક છે, પરંતુ વિષયના વિસ્તારભયથી તેમ જ સામાન્ય સાધકને સીધો સંબંધ ન હોવાથી દયાપાલનના તે અતિગહન વિષયોનું પ્રતિપાદન અત્રે છોડી દેવામાં આવે છે. પરમાર્થદયા - નિશ્ચયદયા સ્વદયા
અત્યાર સુધી લોકપ્રસિદ્ધ દયાના સ્વરૂપનો વિચાર કર્યો. આ આત્મા અનાદિ કાળથી પોતાના સ્વરૂપનું યથાર્થ જાણપણું ન પામવાથી રાગ-દ્વેષઅજ્ઞાનાદિ ભાવોને વશ થઈને પોતાના ઉત્તમોત્તમ જ્ઞાન-દર્શન-ચારિત્રઆનંદ આદિ ગુણોનો નાશ કરી રહ્યો છે. આવી રીતે થતો સ્વ-આત્માનો ઘાત રોકવા માટે મારે ક્યા ઉપાયથી આ અજ્ઞાન-રાગ-દ્વેષને ઉત્પન્ન થતા રોકવા એ આદિ સૂક્ષ્મ વિચારોમાં ઉદ્યમવંત થવું તે પરમાર્થદયા અથવા સ્વદયાપાલનનો યોગ્ય ઉપાય છે. આવી નિશ્ચયદયા પાળવાનો દરેક સાધકે પોતાની શક્તિ પ્રમાણે જરૂરથી પ્રયત્ન કરવો જોઈએ. પોતાના આત્મામાં રાગદ્વેષાદિની ઉત્પત્તિ રોકી લઈને જેઓ નિશ્ચયદયાના પાલક થયા છે તેવા પરમ સમાધિના સ્વામી, મહાસમર્થ સત્પરુષો આપણને સર્વને સર્વથા. વંદનીય છે. દયાધર્મનો મહિમા
(૧) ભાખ્યું ભાષણમાં ભગવાન,
ઘર્મ ન બીજો દયા સમાન. અભયદાન સાથે સંતોષ, ઘો પ્રાણીને દળવા દોષ. સત્ય, શીલ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ. દયા નહીં તો એ નહીં એક,
વિના સૂર્ય કિરણ નહીં દેખ. (૨) દયા જગતની જનની છે, દયા સત્ય આનંદની સંતતિ છે, દયા ઉત્તમ ગતિ છે અને દયા જ સાચી લક્ષ્મી તથા ઉત્તમોત્તમ ગુણ છે. તેનાથી જ સ્વર્ગ અને મોક્ષસુખની પ્રાપ્તિ છે, તે જ આત્માનું બધી રીતે હિત કરનારી
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org