SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણપ્રમોદ પોતાથી અધિક ગુણવાન પુરુષોને જોઈને અંતરમાં વિશિષ્ટ આનંદભાવનું અને ઉત્સાહનું ઊપજવું તે પ્રમોદ નામનો મહાન ગુણ છે. આ જગતમાં વિવિધ કાર્યક્ષેત્રોની અંદર અનેક નરરત્નો ઊપજે છે, તેથી પૃથ્વીને બહુરત્ના વસુંધરા’ કહેવામાં આવે છે. કોઈમાં જ્ઞાનની, કોઈમાં સંયમની, કોઈમાં ભક્તિની, કોઈમાં ધ્યાનની, કોઈમાં દાનની, કોઈમાં પ્રજ્ઞાની, કોઈમાં સાહસની, કોઈમાં ધીરજની, કોઈમાં અડગ નિર્ણયની, કોઈમાં સહનશીલતાની, કોઈમાં શિસ્તપાલનની, કોઈમાં નિયમિતતાની, કોઈમાં સહજ વિનોદની, કોઈમાં પ્રસન્નતાની, કોઈમાં અંતર્મુખતાની, કોઈમાં પરણશક્તિની, કોઈમાં સયુક્તિની, કોઈમાં બહુશ્રતપણાની, કોઈમાં વિશિષ્ટ વિદ્વત્તાની, કોઈમાં સાપેક્ષદૃષ્ટિની, કોઈમાં વિનયની, કોઈમાં સરળતાની, કોઈમાં સમર્પણતાની કે કોઈમાં સેવાધર્મની એમ અનેક પ્રકારની મહત્તા કે ગુણવિશેષતા જોવામાં આવે છે. આવા ઉત્તમ ગુણોની પ્રકર્ષતાને જોઈને જેનું મન નાચી ઊઠે છે અને ફળસ્વરૂપે તે તે ગુણોને પોતાના જીવનમાં ઉતારવા માટે જે સુનિશ્ચિતપણે મહાન ઉદ્યમમાં લાગી જાય છે તે પુરુષને વિશે ગુણપ્રમોદ નામનો વિશિષ્ટ ગુણ વિકાસ પામે છે. કોઈ પણ સદ્ગણને પ્રાપ્ત કરવા માટે તે ગુણને પ્રથમ ઓળખવો જોઈએ અને તેને ઓળખવા માટેનો સર્વોત્તમ ઉપાય તે ગુણ જેના જીવનમાં પ્રગટ્યો છે તેવા પુરુષનો સમાગમ થાય અને સાધક નિખાલસ હૃદયથી તે ગુણનું અવલોકન કરે, તેના જીવનના દૈનિક પ્રસંગોમાં તે કઈ રીતે વર્તી રહ્યા છે તેની ઓળખાણ કરે અને જો તેના ચિત્તમાં તે ગુણ પ્રત્યે સાચી રુચિ જાગે તો સાધક તે પુરુષના તે ગુણને પ્રગટાવવાની પ્રક્રિયામાં લાગી જાય છે. જો કે મહાન ગુણોને પ્રગટાવવા માટે દીર્ધકાળ સુધી સમ્યગ-અભ્યાસરૂપી પુરુષાર્થ કરવો પડે છે, પણ દૃઢ નિશ્ચય, સાચી લગન, અંતરંગ રુચિ અને અવિરત ઉદ્યમથી તે ગુણ પ્રગટી શકે છે. સુકૃત અનુમોદનાથી ગુણપ્રાગટ્યની પ્રાથમિક ભૂમિકામાં ઘણો વેગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy