________________
૧૬૪
સાધક–સાથી
મળે છે. પ્રથમ ભૂમિકામાં જે ગુણો પ્રત્યે આપણને આકર્ષણ હોતું નથી, તે સમય દરમિયાન જો સુકૃત અનુમોદના વારંવાર કરવામાં આવે તો તે ગુણ પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય છે. અને રુચિ હોય તો તે રુચિ દૃઢ થઈ વિકાસ પામે છે. જ્યાં દૃઢ ગુણચિ ઊપજે ત્યાં પછી તે ગુણનો વિકાસ થવામાં સમય અને સત્સમાગમની જ મુખ્ય આવશ્યકતા રહે છે. થોડા કાળમાં તો તે ગુણ આપણા જીવનમાં સ્પષ્ટરૂપે પ્રગટી જાય છે.
જ્યારે જ્યારે ગુણવાન પુરુષોનો ભેટો થાય ત્યારે ત્યારે તે તે પુરુષોના ગુણાનુવાદ કરીને દરેક રીતે તેમનું સન્માન કરવું જોઈએ. તેઓ દૂર રહેતા હોય તો કાગળ કે તાર દ્વારા તેઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. તનથી તેમની સેવા કરવી, ઉત્તમ ઉત્સાહપ્રેરક વચનોથી સુંદર યથાયોગ્ય સ્તુતિ કરી તેમને હર્ષ ઊપજે તેમ કરવું, પુરસ્કાર અને સન્માન વડે પોતાના ગુણપ્રમોદને પ્રત્યક્ષપણે પ્રગટ કરવો અને તેમના ગુણોને પોતાના જીવનમાં ઉતારવા વડે તેઓનું પારમાર્થિક બહુમાન કરવું. આમ સાધકે ગુણપ્રમોદના કાર્યક્રમને વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે અપનાવવાનો છે અને પોતે નવા નવા ગુણોને પ્રગટ ક૨વાની સાથે સાથે પૂર્વે પ્રાપ્ત કરેલા ગુણોને યાદ કરી કરીને પુનર્જીવિત કરવાના છે. આમ કરનાર સાધક પોતે જ અનેક ગુણોનો ભંડાર બનીને મહાન સંત તરીકે શોભે છે.
ગુણપ્રમોદનું જીવંત દૃષ્ટાંત
લગભગ નેવું વર્ષ પહેલાંની વાત. ઇ.સ. ૧૮૮૩માં આર્ય-સંસ્કૃતિના એક મહાન જ્યોતિર્ધર સ્વામી દયાનંદ સરસ્વતીનો દેહવિલય થયો હતો, તેથી તેમના ભક્તોમાં તેમનું એક સુંદર જીવનચરિત્ર આલેખાય તે માટેના પ્રયત્નો ચાલી રહ્યા હતા.
સ્વામીજીના એક ભક્ત તેમના એક મહાન પ્રશંસક અને અંતેવાસી પાસે ગયા અને હાથ જોડીને પ્રાર્થના કરી : મહાત્મન્ ! આપના જેવો સ્વામીજીના સિદ્ધાંતોનો જાણકાર, તેમનો અનન્ય ઉપાસક કે તેમના જીવનપ્રસંગો સાથે ગાઢ પરિચય ધરાવનાર બીજો કોઈ અત્યારે ભારતમાં નથી તો આપ જ આ જીવનચરિત્ર લખવાનું કાર્ય કરો એવી મારી નમ્ર અરજ છે. તે કાર્ય કરવાથી અનેક જિજ્ઞાસુઓની વૃત્તિ સ્વામીજીના પાવન પ્રસંગોથી પુનિત થઈ મહાન ઉપકારનું કાર્ય થશે.’
અંતેવાસી બોલ્યા : ભાઈ ! આ કાર્યનો આરંભ થઈ ચૂક્યો છે અને યોગ્ય સમયે તે પૂર્ણ પણ થઈ જશે.' ભક્ત કહે : મહાત્મન્ ! અમે સૌ આપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org