________________
૨૨૬
સાકસાથી
તેથી અત્રે તેનો સંક્ષિપ્ત સાર બતાવ્યો છે. વિશેષ અભ્યાસી સાધકોએ મૂળ શાસ્ત્રમાંથી સૂક્ષ્મ દૃષ્ટિ વડે તપ વિશે વિસ્તારપૂર્વક જાણવા યોગ્ય છે.* તપનો મહિમા
(૧) મનુષ્યભવ પામીને જે તપ કરતો નથી, પણ વિષયભોગમાં આયુષ્ય વિતાવે છે તે પશુસમાન હલકો જાણવો.
(૨) જેમ બુદ્ધિનું ફળ શાસ્ત્રાભ્યાસ કરી જીવનને પવિત્ર બનાવવું તે છે, તેમ ઉત્તમ, બળવાન, નીરોગી શરીર પ્રાપ્ત કરીને સમ્યક્-તપ વડે આગળ વધવું તે જ યોગ્ય છે.
(૩) તપથી ઇન્દ્રિયો અને મનનો સહજપણે સંયમ થાય છે. વિનયાદિ ભાવો પ્રગટ થવાથી સત્સંગના યોગે ઉત્તમ જ્ઞાન પ્રગટે છે અને સમાધિનો લાભ થાય છે.
સાચી (૪) મોક્ષપ્રાપ્તિ માટેની ચાર પ્રકારની મુખ્ય આરાધના છે શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ અને સાચું તપ. આ કારણથી ઉત્તમ પુરુષોએ સ્વકલ્યાણ માટે અવશ્યપણે તપ કરવું યોગ્ય છે.
--
(૫) દેવ-ગુરુ-વિદ્વાન-બ્રાહ્મણોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા શારીરિક તપ છે. સત્ય, કરુણામય હિતકારી અને પ્રિય વચનોનું બોલવું અને સ્વાધ્યાયરૂપ અભ્યાસ કરવો તે વાણીનું તપ છે. ચિત્તપ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મસંયમ અને આત્મભાવોની શુદ્ધિ તે માનસિક તપ કહેવાય છે.
(૬) આરાધનાના બીજા પ્રકારો કરતાં તપમાં એક વિશેષતા એ છે કે તેનાથી માત્ર નવાં કર્મોનો બંધ થતો જ અટકતો નથી પણ જન્મજન્માંતરનાં બંધાયેલાં કર્મો આત્માથી છૂટાં થઈ જાય છે. આથી જ તીર્થંકરદિ મહાપુરુષો પણ તપમાં પ્રવર્તે છે, તો અન્ય સામાન્ય સાધકોએ તો તપ કરવું કલ્યાણકારી છે તે કહેવાની ભાગ્યે જ જરૂર છે.
(૭) તપ કરતી વખતે પોતાની શક્તિનો વિચાર કરવો જોઈએ. જે વિવેકી પુરુષ છે તે અતિમાત્રામાં તપ કરી શરીર અને ઇન્દ્રિયોને સર્વથા શિથિલ પણ કરતો નથી, તેમ વળી પોતાની શક્તિને ગોપવીને પ્રમાદરૂપી દોષનું ભાજન પણ થતો નથી. આવા મહાન વિવેકી સાધકને તપથી ઉત્તમ પદની પ્રાપ્તિ થાય છે.
.
જુઓ તત્ત્વાર્થસૂત્ર, ભગવતી-આરાધના, આચારરાંગ-સૂત્ર તથા રત્નકરેંડશ્રાવકાચારની પંડિતપ્રવર સાસુખદાસજીકૃત ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org