________________
ત૫
૨૨૫
માત્ર ભોજનનો જ ત્યાગ કરે તો તે ખરેખરો ઉપવાસ નથી. પોતાનું પેટ ભરાય તેથી ઓછો આહાર લેવો તે ઉણોદરી અથવા અલ્પ-આહાર કહેવાય છે. ભિક્ષા અર્થે જતા મુનિમહારાજ પોતાના અંતરમાં એવો વિકલ્પ કરે કે અમુક આહાર મળશે, અમુક રીતે મળશે, તો જ લઈશ, નહિતર આહાર નહિ લઉં – આવા સંકલ્પને વૃત્તિપરિસંખ્યાન કહે છે. ખાટો, તીખો, ખારો, ગળ્યો વગેરે વિવિધ પ્રકારના સ્વાદવાળા પદાર્થોનો ત્યાગ તે રસત્યાગ છે. અમુક એકાંત, શાંત સ્થળમાં એક જ આસને જ્ઞાન-ધ્યાન કરવું તે વિવિક્તશવ્યાસન છે. ઠંડી ઋતુમાં નદીકિનારે ને ઉનાળાની ઋતુમાં ગરમ શિલા કે પતરા પર બેસવું, ઊંધે માથે લટકવું વગેરે કાયાને કષ્ટ દ્વારા તપાવતા છતાં સમભાવ રાખવો તે કાયકલેશ તપ કહેવાય. અંતરંગ તપ
આ પ્રકારના તપમાં તપ કરનારના અંતરમાં ભાવની મુખ્યતા છે. તેથી તે લોકોની જાણમાં એકદમ આવી શકતું નથી. અંતરંગ તપના છ પ્રકારો આ પ્રમાણે છે : (૧) પ્રાયશ્ચિત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન, (૬) વ્યુત્સર્ગ.
પોતાના વડે થયેલી ભૂલો અથવા દોષોનું સદ્દગુરુ અથવા પરમાત્માની સાક્ષીએ કબૂલ કરવું અને તેવા દોષો ફરીથી ન થાય તે અર્થે ઉદ્યમ કરવો તેને પ્રાયશ્ચિત કહે છે. જેનાથી દોષોનું શુદ્ધીકરણ થાય તે પ્રાયશ્ચિત, પૂજ્ય વ્યક્તિઓ અને પૂજ્ય વસ્તુઓ પ્રત્યેનો અંતરનો આદરભાવ તે વિનય. શારીરિક અસ્વસ્થતાવાળા શ્રીસાધુ મહારાજ કે બીજા મહાત્મા અને ધર્મનિષ્ઠ પુરુષોની સેવા-સુશ્રુષા કરવી તે વૈયાવૃત્ય. ઉત્તમ મહાત્માઓનાં ધર્મ-મોક્ષ-નિર્દેશક વચનોનું વાંચવું, વિચારવું, લખવું, પૂછવું રટણ કરવું કે ઉપદેશવું તે સ્વાધ્યાય. ચિત્તને પરમાત્માના કે પુરુષોના ગુણોમાં કે ચારિત્ર્યમાં તન્મય કરવું તે ધ્યાન. તથારૂપ વિશિષ્ટ અભ્યાસ અને પ્રયત્નથી ચિત્તવૃત્તિ શુદ્ધાત્મામાં સ્થિર થઈ જાય અને અતીન્દ્રિય આનંદ પ્રગટે તે ઉત્તમ ધ્યાન – નિર્વિકલ્પ સમાધિ. શરીર, સ્વજન-કુટુંબાદિ, ધનધાન્ય. રાચરચીલું, બંગલા, મોટર વગેરે બાહ્ય પદાર્થો તથા કામ-ક્રોધ-લોભઅજ્ઞાનાદિ અંતરંગ ભાવોમાં અહંત્વ-મમત્વનો ત્યાગ કરવો તેને વ્યુત્સર્ગ નામનું તપ કહે છે.
આમ બાર પ્રકારે, પૂર્વે મહાત્માઓએ કહેલાં વિવિધ પ્રકારનાં તપનું માત્ર વિહંગાવલોકન થયું. તેનો વિશેષ વિચાર કરતાં બહુ વિસ્તાર થઈ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org