SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ સાધક-સાથી ચીપિયો અને એકાદ ચાદર કે આસન સિવાય તેઓ પોતાની પાસે કાંઈ પણ પરિગ્રહ રાખતા નહિ. આમ છતાં તેઓ ખૂબ જ નિયમિતપણે ધ્યાનમાં બેસી જતા. એક દિવસ શ્રી રામકૃષ્ણ પૂછયું : “આપને તો બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે તો પછી હવે શા માટે નિયમિતપણે ધ્યાનમાં બેસવાનો આગ્રહ રાખો છો ?” તેઓએ પોતાના પિત્તળના લોટા તરફ આંગળી ચીંધીને કહ્યું : “જો આ સામે લોટો છે તે કેવો ચકચકાટ કરે છે ! પરંતુ તે લોટાને બે-ત્રણ દિવસ ન માંજીએ તો તે કેવો નિસ્તેજ થઈ જાય છે ? મનુષ્યના મનનું પણ એવું જ છે. આત્મજ્ઞાન થવા છતાં પણ સાધકે ખૂબ સાવધાનીપૂર્વક નિયમિત ધ્યાન-ભજનાદિ સાધનોમાં લાગેલા રહેવાની ટેવ પાડવી જોઈએ. જેથી સર્વ પ્રકારના કુસંસ્કારોનો નાશ થાય અને સહજસમાધિની દશા પ્રગટે.’ [] જે સમયે અમેરિકન પ્રજાસત્તાકના પ્રમુખ જૉર્જ વોશિંગ્ટન હતા તે સમયની આ વાત છે. તેઓને એક અંગત મંત્રી હતો. તેને ઓફિસમાં પહોંચતાં લાગલગાટ બે દિવસ મોડું થયું તેથી વૉશિંગ્ટને તેને પૂછયું : “ભાઈ ! તમારે ઓફિસ આવવાને કેમ મોડું થાય છે ” તેણે જવાબ આપ્યો : “સાહેબ, મારી ઘડિયાળ ધીમી પડી જાય છે.” આ વાત થયા પછીના દિવસે પણ જ્યારે તે મંત્રીને આવવામાં મોડું થયું ત્યારે વૉશિંગ્ટને કહી દીધું : “જુઓ ભાઈ ! તમે મોડા આવો તે મને પોસાય નહિ; કાં તો તમે તમારું ઘડિયાળ બદલો, નહિતર મારે મારો મંત્રી બદલ્યા સિવાય ચાલશે નહિ !” [૩] આ જમાનાના ભારતના મહાન રાજપુરુષોમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ખૂબ જ પ્રસિદ્ધ છે. તેઓના જીવનમાં અનેક મોટા મોટા સદ્ગુણો પ્રગટ્યા હતા, જેમાંનો એક હતો નિયમિતતાનો. જે વખતે તેઓ બેરિસ્ટરની ડિગ્રી લેવા વિલાયત ગયા ત્યારની આ વાત છે. ત્યાંના વિશ્વવિદ્યાલયનો જે પહેરેગીર હતો તે આ વિદ્યાર્થીને નિયમિતપણે લાઈબ્રેરીમાં વાંચવા આવે ત્યારે મળતો. સવારના નવ વાગ્યે તેઓ લાઇબ્રેરીમાં વાંચવા પહોંચી જતા. થોડા જ સમયમાં આ પહેરેગીરને તેમની અચૂક નિયમિતતા બાબત એટલો તો વિશ્વાસ બેસી ગયો કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy