________________
૨૨
સત્યનિષ્ઠા
ભૂમિકા
સત્ય એટલે જે ખરેખર સાચું હોય તે. તેવા સત્યમાં જેને વિશ્વાસ છે, ખરેખરી પ્રીતિ છે, જે ખરેખર તેનો સ્વીકાર કરે છે તે પુરુષને સત્યનિષ્ઠ અને તેના તે ઉત્તમોત્તમ ભાવને સત્યનિષ્ઠા કહીએ છીએ.
સત્યનું સામાન્ય સ્વરૂપ
સત્યનો જે અર્થ લોકમાં પ્રસિદ્ધ છે તેને વ્યવહારસત્ય કહે છે. જે વસ્તુ, જે સમયે, જેવી રીતે, જે સંજોગોમાં દેખી કે જાણી હોય તે વસ્તુ, તે સમયે, તેવી રીતે તે સંજોગોમાં હતી તેમ કહેવું તે વ્યવહા૨સત્ય છે. આપણે થોડાં ઉદાહરણ લઈએ ઃ ઈ.સ. ૧૯૪૭ના વર્ષની પંદરમી ઑગસ્ટે ભારતને સ્વતંત્રતા મળી.’ ‘મારી સરેરાશ વાર્ષિક આવક રૂપિયા પંચ્યાશી હજાર છે.’ મૈસૂર (હાલ કર્ણાટક) રાજ્યના શ્રવણબેલગોલ ગામમાં આવેલી ભગવાન બાહુબલિ સ્વામીની ઉત્તુંગ, સૌમ્ય મૂર્તિ સત્તાવન ફૂટ ઊંચી છે.' આ અને
આવી હકીકતો સત્ય કહેવાય છે.
આ પ્રમાણે પોતાના જીવનના સંબંધિત પ્રસંગોમાં કે અન્ય સર્વ કાર્યોમાં સત્યનું અનુસરણ કરવું તે સત્યનો અભ્યાસ છે અને તે પ્રકારે વર્તવામાં જેને ઘણું કરીને સફળતા મળી છે તે પુરુષ સત્યનિષ્ઠ કહેવાય છે. આ પ્રમાણે સામાન્ય સત્યનું નિરૂપણ થયું.
૫રમાર્થસત્યની આરાધના
હવે પરમાર્થસત્ય તરફ વળીએ. અધ્યાત્મસાધનામાં પરમાર્થ-સત્યની મુખ્યતા છે, પણ તેનો પાયો વ્યવહારસત્ય છે તે કહેવાની ભાગ્યે જ જરૂર છે. આત્માની સાચી ઓળખાણ કરી તેને શુદ્ધપણે પ્રગટ કરવો તે અધ્યાત્મસાધનાનું ધ્યેય છે. જેટલો જેટલો આત્મા કર્મબંધનથી મુક્ત થાય તેટલું તેટલું તેનું શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે. હવે, જેણે આત્માને કર્મબંધનથી રહિત કરવો હોય તેણે તે કર્મબંધન થવાનાં કારણો દૂર કરવાં જોઈએ. આમ કરવાના પુરુષાર્થમાં સ્વાભાવિકપણે જ તેણે અજ્ઞાન અને અસંયમરૂપી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org