________________
૧૪
વિભાવભાવો
ભૂમિકા
આત્માના મૂળ સ્વભાવમાં રહેલા ભાવ તે સ્વભાવભાવ. આવા મૂળ સ્વભાવને ચૂકીને આત્મામાં જે ભાવ થાય તેને વિભાવભાવ કહેવાય, એટલે કે આત્માના સ્વભાવગત જે ક્ષમા, વિનય, સંતોષ આદિ અનેક ગુણો છે તેનાથી વિરુદ્ધ પ્રકારના ભાવો આત્મામાં ઊપજે તે સર્વને વિભાવભાવોમાં ગણવામાં આવે છે. આમ ક્રોધ અભિમાન કે લોભના ભાવ આત્મા કરે ત્યારે તે આત્માએ વિભાવભાવો કર્યા એમ સામાન્યપણે સમજવું.
વિભાવભાવો જાણીને તે વિભાવભાવોનો આત્મામાંથી અભાવ કરવો અને શુદ્ધભાવ પ્રગટ કરવો એ સાધકનું ધ્યેય છે. આવો પુરુષાર્થ કરીએ ત્યારે આત્મામાં ક્યા ક્યા વિભાવભાવો કેટલી શ્રેણીના થાય છે તેનો સંક્ષેપમાં વિચાર કરી જવો એ ઉપકારી અને ઉપયોગી ગણાશે. વિભાવભાવોના પ્રકારો
સૌથી મોટો અને પ્રથમ વિભાવભાવ, જેના વડે જીવ અનંતકાળ સુધી સંસારપરિભ્રમણ કરે છે તે છે પરવસ્તુમાં નિકપણાની માન્યતા. જ્યાં સુધી ચેતનસ્વરૂપ આત્માને પોતાનો ન માનવામાં આવે અને દેહાદિ પરવસ્તુઓને પોતાની માનવારૂપ અજ્ઞાન ન છોડવામાં આવે ત્યાં સુધી બીજા વિભાવભાવો ખરેખર છૂટી શકતા નથી. આ ભાવને અજ્ઞાન, અવિદ્યા, આત્મભ્રાંતિ, બહિરાત્મબુદ્ધિ, દેહદૃષ્ટિ, મિથ્યાત્વ વગેરે અનેક નામોથી ઓળખવામાં આવે છે. ક્રોધભાવ, જુદા જુદા પ્રકારનાં અભિમાન, માયાચાર, લોભ, અનેકવિધ કામવિકારો, ઈષભાવ, શોક, ભય, જુગુપ્સા, ખોટું આળ ચડાવવું, હિંસા ચોરીના ભાવ, શિકાર અને જુગારના ભાવ એમ અનેક પ્રકારે વિભાવભાવો કહ્યા છે. વિભાવભાવોના વિલયનો ક્રમ
વિભાવભાવોથી ખરેખર રહિત થવાનું જે વિજ્ઞાન અને તેને અનુરૂપ તે ભાવોથી રહિત થવાની જે કાર્યપદ્ધતિ તે બન્ને સૂક્ષ્મ છે. આ સમગ્ર For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International