________________
૨૦૮
સાધક-સાથી
બુદ્ધિથી રહિત થઈ તેવા ઉત્તમ સ્વાનુભવી પુરુષનાં વચનોની શ્રદ્ધા કરવી આપણા સૌ માટે શ્રેયસ્કર છે. પ્રયોજનભૂત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા
આ જગતમાં અનેક પદાર્થો છે પણ તે સર્વ પદાર્થોમાં સાધકને જેનાથી સત્ય તત્ત્વની પ્રાપ્તિ થાય તેવા તો બે જ મુખ્ય છે : આત્મા અને અનાત્મા. “આ આત્મભાવ ઉપકારી છે અને આ અનાત્મભાવ સાધનામાં બાધક છે' એવી અંતરંગ શ્રદ્ધા પ્રગટે ત્યારે આત્મશુદ્ધિના સાધક ભાવો અંગીકાર કરવાથી અને બાધકભાવોનો પરિહાર (ત્યાગ) કરવાથી આત્મશુદ્ધિના કમની યથાર્થી સાધના ચાલુ થાય છે અને અશુદ્ધિના અંશોનો સર્વથા નાશ થતાં, સાધક ક્રમે કરીને, સિદ્ધદશાને પ્રાપ્ત કરે છે. કળિકાળમાં આપણે સૌ અલ્પ બુદ્ધિ, અલ્પ બળ અને અલ્પ આયુષ્યવાળા છીએ તેથી સત્સમાગમનો આશ્રય કરી પ્રયોજનભૂત વસ્તુનું યથાર્થ શ્રદ્ધા કરવા આપણે સૌ સાધકોએ શીઘતાથી. પરમ પુરુષાર્થ કરવો યોગ્ય છે. શ્રદ્ધાની અગત્ય
મોક્ષમાર્ગમાં જેનું અદ્વિતીય મહત્ત્વ છે અને જેને મોક્ષમાર્ગની પ્રથમ સીડી કહી છે તે આ સમ્યક શ્રદ્ધા જ છે. સાચી શ્રદ્ધા વિના પ્રાપ્ત કરવામાં આવેલું વિપુલ જ્ઞાન પણ મિથ્યા અને કઠિન ચારિત્ર પણ કુચારિત્ર કહ્યું છે, તેથી ગમે તેવો મહા પ્રયત્ન કરીને પણ સાચી શ્રદ્ધા પ્રાપ્ત કરવી જોઈએ. અનંતાનુબંધી (જે ભાવ કરવાથી એવું તીવ્ર કર્મબંધન થાય કે જેથી અતિ અતિ દીર્ધકાળ (અનંતકાળ) ભ્રમણ કરવું પડે તે) સંસારનો ભાવ જેનાથી તૂટી જાય છે, તત્કાળ જ અંતરમાં શાંતિ, પ્રસન્નતા અને અતીન્દ્રિય આનંદરસનો આસ્વાદ જેનાથી અંશે અનુભવાય છે, જે પ્રગટવાથી વિવેક(ભેદજ્ઞાન)ની પ્રક્રિયા જીવનમાં ખરેખર ચાલુ થઈ જાય છે, જે પ્રાપ્ત થવાથી વસ્તુ-સ્વરૂપનો નિઃશંકપણે નિર્ણય થતાં સ્વ સ્વ-રૂપે અને પર પરરૂપે ભાસવા લાગે છે, જેની ઉપલબ્ધિ થવાથી સંસારની વાતોમાં રસ રહેતો નથી અને ઉત્કૃષ્ટ એવી દુન્યવી સંપત્તિ પ્રાપ્ત થાય તો પણ તે વિશે ઉપાદેય બુદ્ધિ ઊપજતી નથી તે જ સાચી શ્રદ્ધા છે. આવી શ્રદ્ધાના ઉદયથી એક શદ્ધિ આત્મા પ્રત્યે અપૂર્વ રુચિ ઊપજે છે, દ્વન્દ્રોમાં રોકાણ થતું નથી, ત્રિવિધ તાપોથી ઉપરામ થવાય છે, ચતુર્વિધ ગતિઓના ત્રાસથી છૂટીને પરમ પંચમગતિ પ્રત્યે પ્રેમપૂર્વક આરાધના બને છે, છ પ્રકારના “અનાયતનોમાં *[અનુ+આયતન (ઘર)] = જેમાંથી ધર્મની પ્રાપ્તિ ન થઈ શકે તે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org