________________
વર્તમાન ગ્રંથની પ્રકાશક સંસ્થા પણ સાધકોને અને તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને જીવનસાધનામાં ઉપયોગી થાય તેવા સાહિત્યના સંપાદનમાં, અનુવાદમાં, નવસર્જનમાં, પ્રકાશનમાં, સાચવણીમાં અને પ્રસારમાં ઉદ્યમવંત છે. તેની આ પ્રવૃત્તિના એક ભાગરૂપે આ ગ્રંથ પ્રગટ થઈ રહ્યો છે જેમાં ઉપયોગી, સરળ, વ્યાવહારિક અને વિશ્વસનીય આધ્યાત્મિક પાથેય પૂરું પાડવાનો અલ્પ પ્રયત્ન કરવામાં આવ્યો છે.
પ્રસ્તુત ગ્રંથ) આ ગ્રંથ બે ભાગમાં વહેચાયેલો છે. આમાંનો પહેલો ભાગ વાચકોના હાથમાં આવેલો અને બીજો ભાગ પણ થોડા સમયમાં પ્રગટ થયેલો. અનુક્રમણિકામાં વિષયસૂચિ સહિત આની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ગ્રંથના બે ખંડ છે :
(૧) અધ્યયન ખંડ
(૨) પ્રશ્નોત્તર ખંડ (૧) અધ્યયન ખંડ: આ ખંડમાં ત્રેપન પ્રકરણ છે.
જે જે પ્રકરણમાં જે જે વિષયનું આલેખન કરવામાં આવ્યું છે તે તે પ્રકરણનું નામ તેને અનુરૂપ રાખવામાં આવ્યું છે. પ્રથમ, વિષયની સામાન્ય વ્યાખ્યા આપવામાં આવી છે, પછી તેની વિશેષ વ્યાખ્યા આપી છે અને ત્યાર પછી વિષયનું બહુમુખી વર્ણન કરેલું છે; દા.ત, અમુક ગુણ કે સાધનપદ્ધતિનો જીવનમાં કેવી રીતે પ્રયોગ કરવો તેની પ્રાપ્તિ માટે કયાં આંતર્બાહ્ય સાધનો અંગીકાર કરવા, તેમાં શું વિઘ્નો આવવા યોગ્ય છે અને તે વિઘ્નોનો પ્રતિકાર કઈ રીતે કરી શકાય તથા તે સાધનપદ્ધતિને વિવિધ કક્ષાએ સિદ્ધ કરેલી હોય તેવા પુરુષનું જીવંત વ્યક્તિત્વ કેવું હોવું સંભવે છે એ ઈત્યાદિ વસ્તુવિષયને અવતરિત કર્યા છે.
મોટા ભાગનાં પ્રકરણોના અંતે તે તે વિષયનો મહિમા અવતરિત કર્યો છે. આ રજૂઆત કરવામાં સમસ્ત પ્રાચીન તથા અર્વાચીન ભારતીય વામનો આધાર લેવામાં આવ્યો છે. કોઈ કોઈ જગ્યાએ જ્યાં ગુણવત્તા દેખાઈ ત્યાં પાશ્ચાત્ય વિદ્વાનોનાં કે ચિંતકોનાં સાહિત્યનો પણ આધાર લીધો છે. આમ જે જે શાસ્ત્રો, મહાપુરુષો તથા અન્ય સ્ત્રોતોનો આ વિભાગમાં આધાર લેવામાં આવ્યો છે તેમનો સર્વનો અંત:કરણપૂર્વક આભાર માનીને તેમની શુભ નામાવલિ ગ્રંથને અંતે આપેલા પરિશિષ્ટમાં રજૂ કરી છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International