________________
૮૮
સાધક-સાથી
અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાપ્રહાદિ નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય.
(૪) ચિત્તની તૃષ્ણા અને અભિમાનને બુઝાવે છે, દુઃખો હરી લે છે, આ લોક અને પરલોકમાં પુણ્યોદયને પ્રાપ્ત કરાવે છે, સંપત્તિ વધારે છે અને દુઃખોનો સર્વથા નાશ કરવાવાળા નિર્મળ ફળને આપે છે – આ સપુરુષોની સંગતિ શું શું નથી કરતી ?
સત્સમાગમનાં જીવંત દૃષ્ટાંતો
શ્રીમદ્ રાજચન્દ્રજીના આજ્ઞા-ઉપાસક શ્રી લલ્લુજી સ્વામીએ સંવત ૧૯૮૦નો ચાતુમસિ પૂનામાં શેઠ શ્રી માણેકજી વર્ધમાનને ત્યાં કર્યો હતો. તે સમયે ત્યાં અનેક મુમુક્ષુઓ તેમના સત્સંગભક્તિનો લાભ લેવા આવ્યા હતા, જેમાં શ્રીયુત નાહટા સાહેબ પણ એક હતા.
પેરિસના શ્રીયુત હીરાલાલ ઝવેરી, નાહટા સાહેબને તેમના ઘેર મળવા આવ્યા હતા. સત્સંગ-ભક્તિનો સમય થતાં શ્રી નાહટાએ હીરાલાલભાઈને કહ્યું : હું સત્સંગ-ભક્તિમાં જાઉં છું ત્યાં સુધી અહીં બેસજો.’
હીરાલાલજી : આપણે તે વળી ભક્તિ કરતી હશે ? ગરીબ ગુરબાં હોય તે ભક્તિ કરે.
નાહટાજી : ના, ના. આ તો બહુ ઉત્તમ ભક્તિ-સત્સંગ છે. તમને પણ તેમાં આનંદ આવશે.
હીરાલાલજી : હું તેમાં જોડાઉ પણ એક શરતે. હું કોઈ સાધુસંતને પગે લાગતો નથી.
નાહટાજી : તમારે માટે બેસવાની જુદી વ્યવસ્થા થઈ શકશે, તેથી તમે આવો તો તમારો સમય પણ આનંદમાં જશે અને અહીં એકલા બેસી રહેવું પડશે નહિ.
આ બાજુ સત્સંગ-ભક્તિનો કાર્યક્રમ ચાલુ થયો. અધ્યાત્મપદ અને મંત્રોની એવી તો ધૂન ચાલી કે ત્રણેક કલાકનો સમય ક્યાં પૂરો થયો તેનો ખ્યાલ પણ ન રહ્યો. શ્રી લલ્લુજી સ્વામીની નિર્દોષ મુખમુદ્રા ભક્તિમાં તલ્લીનતા અને ઉત્સાહ જોઈ શ્રી હીરાલાલ ઝવેરી ખૂબ જ પ્રભાવિત થયા
અને સાષ્ટાંગ દંડવત્ કરીને તેમના ચરણમાં નમી પડ્યા. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org