________________
નિર્મોહીપણું
જગતના પદાર્થોને ખરેખર જેવા છે તેવા જાણવા તે સમ્યગુ જ્ઞાનરૂપ નિમહીપણું છે. આવું યથાર્થ જ્ઞાન થવાને લીધે પોતાના આત્મામાં આત્મબુદ્ધિ ઊપજે છે અને અન્ય પદાર્થ ભિન્ન ભાસે છે. જે સાધકને આવી સત્ય દૃષ્ટિની પ્રાપ્તિ થાય તેને ક્રમે કરીને જગતના કોઈ પણ પદાર્થમાં મોહ ઉત્પન્ન થતો નથી અને તેવા પુરુષને સંપૂર્ણ નિર્મોહીપણું પ્રાપ્ત થાય છે.
એક દૃષ્ટિથી ગણીએ તો નિર્મોહીપણું સુલભ છે અને બીજી દૃષ્ટિથી જોઈએ તો દુર્લભ છે. સુલભ એટલા માટે છે કે પોતાના જ સાચા સ્વરૂપને યથાર્થપણે ઓળખવું છે તેથી તેમાં અન્ય કોઈ દખલગીરી કરી શકે નહિ કે છુપાવી શકે નહિ. કારણ કે પોતાને પોતાની જાતથી અન્ય કોણ છુપાવવાને સમર્થ છે ? દુર્લભ એટલા માટે છે કે સામાન્ય રીતે જગતમાં સત્યને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા અને તૈયારી જીવનની ઉત્તરાવસ્થામાં ઉત્પન્ન થાય છે એટલે આખું જીવન જે ઊંઘી માન્યતા અને અભ્યાસનો પરિચય કર્યો તેથી જુદી માન્યતા અને જુદો અભ્યાસ કરવાનો હોવાથી સાધકને તેમ કરવું વિકટ પડે છે. જેમ કોઈ પણ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે તેમ આ નિર્માહીપણાની સાધનામાં પણ તેવું જ બને છે. વળી ખરેખર તો અનેક પૂર્વભવોની અંદર સેવેલા કુસંસ્કારોનો સામનો કરી “સતુ’ ‘આત્મા'ના સંસ્કાર પાડવાના છે અને તેથી આ કાર્ય વિકટ પણ જાણીએ છીએ.
સાધકની દૃષ્ટિએ નિર્મોહીપણાની આરાધનાની સામાન્યપણે ત્રણ શ્રેણીઓ પાડી શકાય ?
(૧) મુમુક્ષુ અવસ્થામાં નિમહીપણું (૨) આત્મજ્ઞાન સહિતનું નિર્મોહીપણું.
(૩) આત્મજ્ઞાની ત્યાગી એકાંત સાધકનું નિમહીપણું. (૧) મુમુક્ષુ અવસ્થામાં નિર્મોહીપણું
જેમ આત્મજ્ઞાની મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે તેમ જેણે આત્મજ્ઞાની પુરુષનો સાચો આશ્રય લીધો છે તેવો મુમુક્ષુ પણ કોઈ અપેક્ષાએ મોક્ષમાર્ગમાં પ્રવર્તે For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International