________________
સાચા સુખનું સ્વરૂપ
૨૯૧
પૂર્ણ આનંદ પ્રગટી શકે છે, જેનું વર્ણન ઉપરના પ્રશ્નના ઉત્તરમાં
જણાવ્યું છે. પ્રશ્ન : ૧૦ આ વીસમી સદીના અણુયુગમાં તે આનંદના માર્ગની પ્રાપ્તિનો
વ્યાવહારિક (Practical) ઉપાય અને ક્રમ સંક્ષેપમાં કહો. ઉત્તર ઃ ૧૦(૧) સદ્ગુરુનો વારંવાર અથવા નિરંતર સત્સંગ કરવો.
(૨) સત્સંગનો આશ્રય કરી, સાસ્ત્રોનું અધ્યયન કરી આત્મસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવો. (૩) વ્યસનરહિત, શાંત, સંતોષી, સાદા, વિનયવાન, પરોપકારી, દયાળુ બનીને સાચા મુમુક્ષુપણાને પોતાના જીવનમાં પ્રગટાવવું. (૪) મિતાહારીપણું. અલ્પારંભીપણું, અલ્પપરિગ્રહીપણું – આ સર્વના અભ્યાસ સહિત સગરના અને પરમાત્માના ગુણોનું, મુદ્રાનું અને ચરિત્રોનું વારંવાર સ્મરણ કરવાનો અભ્યાસ કરવો. આવા અભ્યાસથી વૃત્તિને ધીરે ધીરે નિર્મળ અને એકાગ્ર કરવી. (૫) છેલ્લે, શુદ્ધ-સચ્ચિદાનંદ-પરમજ્ઞાનવાન-અખંડ-એકાકારઅભેદ આત્મસ્વરૂપની ભાવના કરી અને ફરી ફરી તેમાં જ લીન થવું. સાચી શ્રદ્ધાથી, સતત અભ્યાસથી, વૈરાગ્યથી, સત્સમાગમથી, અડગ નિશ્ચયથી આ કાર્ય યથાપદવી સિદ્ધ થઈ
શકે છે, જરૂર થઈ શકે છે. પ્રશ્ન : ૧૧ સાચા સુખનો મહિમા શાસ્ત્રોના આધારે બતાવો. ઉત્તર : ૧૧(૧) સાહ્યબી સુખદ હોય, માન તણો મદ હોય,
ખમાં ખમા ખુદ હોય, તે તે કશા કામનું; જુવાનીનું જોર હોય એશનો અંકોર હોય, દોલતનો દોર હોય એ તો સુખ નામનું. વનિતા વિલાસ હોય પ્રૌઢતા પ્રકાશ હોય; દક્ષ જેવા દાસ હોય હોય સુખ ધામનું વદે રાયચંદ એમ સદ્ધર્મને ધાર્યા વિના જાણી લેજે સુખ એ તો બે એ જ બદામનું.
(નારાચ છંદ) (૨) અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા !
અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા !!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org