________________
વિભાવભાવો
તે તે વિભાવભાવો ઊપજતા કે વર્ધમાન થતા દેખાય તેનો ક્રમે કરીને સંક્ષેપ કરે તો તે વિભાવભાવોનું જોર જીવનમાં ઓછું થતું જાય છે. જેમ નકારાત્મક સાધના દ્વારા સાધકે બાહ્ય પ્રસંગોને જીવનમાં સંક્ષિપ્ત કર્યા, તેમ વિધેયાત્મક સાધના દ્વારા સત્સંગ-સ્વાધ્યાય, પ્રભુભક્તિ, મૌન, એકાંતવાસ, તત્ત્વવિચાર આદિમાં પ્રવર્તીને તે પોતાના નિશ્ચયબળમાં વૃદ્ધિ કરે છે. હવે સતત ચિંતન-મનન દ્વારા તે સાધક શુદ્ધ-આત્મસ્વરૂપની પ્રતીતિ અને લક્ષ વર્ધમાન કરે છે. જેમ જેમ નિશ્ચયબળની વૃદ્ધિ દ્વારા ચિંતન-મનનની સાધનામાં સાધક આગળ વધે છે, તેમ તેમ જીવનમાં સાત્ત્વિક આનંદની વૃદ્ધિ સહિત તાત્ત્વિક આનંદ તરફ પ્રયાણ થાય છે. આ પ્રમાણેના ધ્યાનની સાધનાના અભ્યાસ દરમિયાન એક વાર તેને આત્માનો અનુભવ થાય છે, જે અનુભવ થતાં – જે સાક્ષાત્કાર થતાં – તેનાં સમગ્ર જીવનમાં દિવ્યતા વ્યાપી જાય છે.
હવે તે સાધકમાંથી સંત બની ગયો છે અને પૂર્ણ જ્ઞાન આનંદસ્વરૂપ એવું જે પરમાત્મપદ તે પ્રત્યે પ્રસન્નચિત્તથી અને ઉલ્લસિત વીર્યથી આગળ વધી રહ્યો છે. આગામી એવા થોડા કાળમાં તે સ્થિતપ્રજ્ઞની કે સહજ સમાધિની દશાને પામીને અધ્યાત્મવિકાસનાં અનેક દુર્જય શિખરોને પણ સર કરી લે છે અને મહાન સંત તરીકે સ્વયં શોભે છે.
આમ, સામાન્યપણે વિભાવભાવોને જીતવાની જે વિધિ અને કમ છે તેની અધ્યાત્મદ્રષ્ટિથી પ્રરૂપણા થઈ. અધ્યાત્મમાર્ગની આરાધના' આ જમાનામાં તો કાંઈક વિશેષપણે વિકટ છે, કારણ કે પૂર્વભવોની આરાધના અલ્પ છે. પુરુષનો સમાગમ દુર્લભ છે, અસત્યપ્રસંગોનો ઘેરાવો વિશેષ છે અને સાધક જીવ પણ તુચ્છ એવાં દુન્યવી સુખોનો બેધડકપણે હિંમતથી અપરિચય કરવામાં ડોલાયમાન થઈ રહ્યો છે. આ કારણોથી, વિભાવભાવોએ પોતાનું સામ્રાજ્ય સાધક જીવો ઉપર વિસ્તાર્યું છે એમ કહી
શકાય. બીજા શબ્દોમાં કહીએ તો અનાદિકાળથી પરિચિત એવા વિભાવભાવોના બળનો દૃઢપણે પ્રતિકાર કરવા માટે વારંવાર સંકલ્પબળને દૃઢ કરવું પડે છે અને આમ કરવા માટે ખૂબ સહનશીલતા, ધીરજ, હિંમત અને સન્માર્ગમાં નૈષ્ઠિકપણાની જરૂર છે. માટે એમ પણ જાણીએ છીએ કે અણુયુગના આ જમાનામાં વિભાવભાવો સાથેનું સાધકનું યુદ્ધ લાંબું છે, વિકટ છે, વિપ્નોવાળું છે અને સવિકલ્પ તથા નિર્વિકલ્પ એવી બન્ને સાધના-ભૂમિકાઓમાં સુવિસ્તીર્ણપણે વહેંચાયેલું છે. આમ હોવા છતા દૃઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org