________________
૨૦
ત્યાગધર્મ
સાચા ત્યાગનું સ્વરૂપ
આત્મા સિવાયની બીજી બધી વસ્તુઓનો સંગ કરવો તે સાધનામાં બાધા ઉત્પન્ન થવાનું નિમિત્ત છે એમ સમજીને તે તે બાધક વસ્તુઓને છોડી દેવી તે ત્યાગ નામનું ધર્મનું મહાન અંગ છે. જેવી રીતે લોકવ્યવહારમાં સજ્જન પુરુષો ‘આ બીજાની વસ્તુ છે' એમ ખ્યાલ આવતાં તે વસ્તુઓને વાપરતા નથી અને તેમની માલિકી છોડી દે છે, તેમ પરમાર્થમાં મુમુક્ષુ સાધકો આત્માથી અન્ય એવા જગતના બીજા સર્વ પદાર્થોની મમતા પણ છોડી દે છે. આ પ્રમાણે જે પદાર્થોની મમતા છોડી દીધી છે તે વસ્તુઓનો હવે તેઓ કેમ પ્રસંગ કરે ? આમ હોવાથી ક્રમે કરીને જ્ઞાનીઓના જીવનમાં સાચા ત્યાગનો ઉદય થાય છે.
જીવનમાં ત્યાગની ઉપયોગિતા
આર્ય-સંસ્કૃતિમાં ત્યાગનું અત્યંત મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે અને આજના ઘોર કળિયુગમાં પણ હજુ આપણા દેશવાસીઓમાં ત્યાગી પુરુષોનું સ્થાન સમાજમાં સર્વોચ્ચ છે. લોકકલ્યાણ કે પરમાર્થ માર્ગ બન્નેમાં ત્યાગની આવશ્યકતા છે. એક બાજુ મહાત્મા ગાંધી, વાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ, જયપ્રકાશ નારાયણ કે રવિશંકર મહારાજ જેવા પુરુષોએ લોકકલ્યાણ માટે ત્યાગને મહત્ત્વ આપ્યું તો સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, આચાર્ય શાંતિસાગર મહારાજ, શ્રી ગણેશપ્રસાદ વર્ણીજી, શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ વગેરે મહાપુરુષોએ સ્વાર્થત્યાગપૂર્વક જીવનને અધ્યાત્મસાધનામાં જોડ્યું. ટૂંકમાં, એટલું જ કહેવું બસ થશે કે હજી પણ આર્ય-સંસ્કૃતિમાં ભોગી કરતાં યોગીનું સ્થાન ઊંચું જ છે અને ઊંચું જ રહેશે.
ત્યાગધર્મની આરાધના
સાચો ત્યાગ ત્યારે જ બની શકે કે જ્યારે સાધકને શું ત્યાગવું તેનો સાચો ખ્યાલ હોય. ખરેખર તો અજ્ઞાનનો અને વિકારી ભાવોનો ત્યાગ કરવાનો છે. આમ થવા માટે શરીરદિ જગતના પદાર્થો મારા છે' એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org