________________
૩૪
સત્શાસ્ત્રોના ઉપકાર
ભૂમિકા
શાસ્તા પુરુષનાં એટલે કે પ્રબુદ્ધ પુરુષનાં વચનોના સંગ્રહને શાસ્ત્ર કહેવામાં આવે છે. જેમાં નિષ્પક્ષભાવથી, પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણને બાધા કર્યા વગર, જગતના જીવોનું કલ્યાણ થાય તે આશયથી સદ્બોધનું અવતરણ કર્યું હોય તેવા સ્વ-પર-ઉપકારી વચનસંગ્રહને સત્શાસ્ત્ર કહેવામાં આવે છે. શાસ્ત્રોનું સામાન્ય સ્વરૂપ
જે શાસ્ત્રો વાંચવાથી, વિચારવાથી અને અનુસરવાથી સાધકને શાંત ભાવની પ્રાપ્તિ થાય અને વિષમસ્વરૂપ એવા સંસારભાવો પ્રત્યે ઉદાસીનતા પ્રગટે તથા સત્યાર્થ તત્ત્વોનું પરિજ્ઞાન અને શ્રદ્ધા ઊપજે તે શાસ્ત્રો વિશે બહુમાન લાવી વારંવાર તેવાં શાસ્ત્રોનો પરિચય કરવો આવશ્યક છે પુરુષ-પ્રમાણ, વચન-પ્રમાણ' એ ન્યાયોક્તિને અનુસરીને આપણે તેવા પુરુષનાં વચનો વાંચવાં વિચારવાં જોઈએ કે જેઓએ પોતે જ રાગદ્વેષરહિત અવસ્થા પ્રાપ્ત કરી હોવાથી અને પરમજ્ઞાનની પ્રાપ્તિ કરી હોવાથી રાગાદિવશ કે અજ્ઞાનવશ શાસ્ત્રરચના ન કરી હોય. જેટલા પ્રમાણમાં જે પુરુષ રાગરહિત છે તેટલા પ્રમાણમાં તેનું વચન વિશેષ-વિશેષપણે પ્રમાણભૂતતાને પ્રાપ્ત થયેલું કહેવાય.
શાસ્ત્રોનું વિશેષ સ્વરૂપ
સાધકને સમાધિસુખ ઇષ્ટ છે, તે સમાધિની પ્રાપ્તિ આત્મજ્ઞાનથી થાય છે, તે આત્મજ્ઞાન પામવા પદાર્થનો અવિરુદ્ધ બોધ જરૂરી છે અને અવિરુદ્ધ બોધ થવા માટે પૂર્વાપર વિરોધરહિત એવી અનેક દૃષ્ટિકોણવાળી જ્ઞાનપદ્ધતિ સ્વીકારવી પડે છે. આથી એમ જાણવું કે જ્યાં સુધી સાપેક્ષવૃષ્ટિથી આત્માદિ પદાર્થોનું પરિશાન ન કરવામાં આવે ત્યાં સુધી યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી; તેથી સાધકે પણ શાસ્ત્રાધ્યપનમાં સાપેક્ષદૃષ્ટિ રાખી જ્યાં જ્યાં જે જે બોધની પ્રાપ્તિ થાય, ત્યાં ત્યાં તે બોધને તે તે દૃષ્ટિકોણથી ગ્રહણ કરવો, પણ એકાંતપક્ષ ગ્રહણ કરી હઠાગ્રહી થવું નહિ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org