________________
૩૩
વૈરાગ્ય
ભૂમિકા
દેહ, સંસાર અને ભોગ પ્રત્યે આસક્તિ ઘટે તેટલો સાધકના જીવનમાં વૈરાગ્ય પ્રગટ્યો કહેવાય. સંસાર-પરિભ્રમણનો મુખ્ય હેતુ રાગ છે અને જેથી જેનો જેટલો રાગ ઘટયો હોય તે તેટલા પ્રમાણમાં સંસારથી મુક્ત થઈ શકે. હા, એ જરૂરી છે કે વૈરાગ્યની સાથે સાથે સત્ય તત્ત્વજ્ઞાનની સાધના પણ હોવી જોઈએ કે જેથી વૈરાગ્ય પરમાર્થ-પ્રાપ્તિનું કારણ બને.
વૈરાગ્યના પ્રકારો
વૈરાગ્યના અનેક પ્રકારોમાં, વૈરાગ્ય ઉત્પન્ન થવાનાં કારણોની દૃષ્ટિએ દુઃખગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય મુખ્ય છે.
દુઃખગર્ભિત વૈરાગ્ય : રોજબરોજના જીવનમાં ઘણાખરા મનુષ્યોને અનેક પ્રકારની હાડમારી પડે છે. કોઈકને શરીર-સંબંધી, કોઈકને ધન-સંબંધી, કોઈકને સ્વજન-સંબંધી. કોઈકને કીર્તિ-સંબંધી તો કોઈકને સમાજ-સંબંધી દુઃખ હોય છે. વળી ઘણી વાર બહાર દુઃખનું કારણ ન હોય તો પણ અમુક માણસોને નિરંતર ચિંતા કે સતત ભય મનમાં રહ્યા જ કરે છે. આમ, કોઈ ને કોઈ કારણોસર એકાએક આવી પડેલી વિપત્તિને લીધે અથવા ન નિવારી શકાય એવા દીર્ધકાલીન દુઃખદાયી સંયોગને લીધે જ્યારે સંસાર ઉપરથી પ્રીતિ ઘટી જાય ત્યારે તે મનુષ્યને દુઃખગર્ભિત વૈરાગ્ય ઊપજ્યો છે એમ કહેવામાં આવે છે. આવો વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય તેવી દશામાં જો કોઈ સત્પુરુષનો યોગ તે મનુષ્યને થઈ જાય અને પોતાના વૈરાગ્યને ઉદ્યમપૂર્વક જાળવી રાખીને તત્ત્વનો અભ્યાસ કરે તો તેને વિવેકપૂર્વકનો વૈરાગ્ય ઉત્પન્ન થાય અને તે ખરેખર આત્મકલ્યાણ સફળતાપૂર્વક આગળ વધી શકે.
જ્ઞાનગર્ભિત વૈરાગ્ય : જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય આ જમાનામાં દુર્લભ છે. ઘણું કરીને આવો વૈરાગ્ય યુવાવસ્થાને આંગણે ઊભેલા કે યુવાવસ્થામાં પ્રવેશેલા મનુષ્યને પ્રાપ્ત થઈ શકે છે. આવા ઉત્તમ પ્રકારના વૈરાગ્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org