________________
૧૭૦
સાધક-સાથી,
ઉત્પત્તિનાં મુખ્ય કારણો નીચે મુજબ હોઈ શકે છે?
(૧) પૂર્વભવના ઉત્તમ સંસ્કારો, જેને લીધે સહજપણે સંસારી કાયામાં ઉદાસીનતા રહ્યા કરે.
(૨) ઉત્તમ સંસ્કારોવાળું ધર્મપ્રધાન કુટુંબ અને સાત્ત્વિકતાને પોષક વાતાવરણની પ્રાપ્તિ થાય.
(૩) ઊંચા પ્રકારનું આધ્યાત્મિક સાહિત્ય વાંચવાનો સંયોગ બનવાથી અને તેમાં રુચિ ઉત્પન્ન થવાથી.
(૪) અધ્યાત્મવેત્તા મહાપુરુષના જીવનનો પ્રત્યક્ષ સમાગમ થાય અને તેના પ્રત્યે વિનયભક્તિ પ્રગટે, જેથી સહજપણે બીજા સાત્ત્વિક ગુણોની સાથે સાથે વૈરાગ્યનો સાધકના જીવનમાં સંચાર થાય.
આવા કોઈ પણ પ્રકારથી જે મહાભાગ્યવાન મનુષ્યને વૈરાગ્ય ઊપજે તેને પછી આત્મજ્ઞાનની પ્રાપ્તિ દૂર રહેતી નથી, કારણ કે આત્મકલ્યાણનાં બન્ને મુખ્ય કારણોની વિદ્યમાનતા હોવાને લીધે થોડા કાળના અભ્યાસથી જ તે મનુષ્ય આત્મજ્ઞાનની ભૂમિકાને સર કરી લે છે. આ જમાનામાં, કોઈક વિરલ અપવાદરૂપ મનુષ્યને બાદ કરતાં, આવો વૈરાગ્ય, ગુરુકુળ કે અધ્યાત્મસંસ્થા સાથે સંકળાયેલ વિદ્યાર્થી કે યુવાનના જીવનમાં ઉદ્ભવવાની સંભાવના વિશેષ છે, કારણ કે તેની ઉત્પત્તિનું ઉત્તમ નિમિત્ત એવા સત્સમાગમનો યોગ એવા વાતાવરણમાં મુખ્યપણે બની શકે છે. વૈરાગ્યની ઉપયોગિતા અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે વૈરાગ્ય અનિવાર્ય છે, માટે જ કહ્યું છે કે –
ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન;
અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. આમ વૈરાગ્યભાવ તે સમસ્ત અધ્યાત્મજીવનની મુખ્ય ધરી સમાન છે. વૈરાગ્યની આટલી બધી અગત્ય કેમ હશે એમ જો વિચાર ઉદ્ભવતો હોય તો તેના સમાધાન માટે નીચે બતાવેલો કોઠો મદદરૂપ થશે. આ કોઠામાં સામાન્યપણે વૈરાગ્યની ઉત્પત્તિના કારણથી માંડીને યથાક્રમ ઠેઠ પરમપદની પ્રાપ્તિની વિવિધ શ્રેણીઓનું આલેખન કરવામાં આવ્યું છે, જે મુમુક્ષુ સાધકોને ઉપયોગી થવા યોગ્ય છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org