________________
૨૬૦
સાધક-સાથી
(૬) જે મુનિએ ઈન્દ્રિયરૂપી વાંદરાઓને જ્ઞાનરૂપી ગાળા વડે બાંધીને વૈરાગ્યરૂપી પીંજરામાં બંધ કરી દીધા છે તે મુનિ જ મુનિઓમાં પણ મહેશ્વર (મુનીશ્વર) છે. (૭) આતમસરૂપ ધ્રુવ નિરમળ તત્ત્વ જાનિ
મહાવ્રતધારી જાતિ જંગલમેં બસે હૈં, મોહનજનિત જે જે વિકલ્પ જાલ હોતે
તિનકો મિટાઈ નિજ અંતરંગ બસે હૈં, મનરૂપ પવનસો અચલ ભયો હૈ જ્ઞાન
ધ્યાન લાઈ તાહિકે આનંદરસ રસે હૈં, તજી સબ સંગ ભયે ગિરિ જ્યોં અડોલ અંગ
તેઈ મુનિ જગતમેં જયવંત લસે હૈં. (૮) નિદક નાહિ, ક્ષમા ઉર માંહિ, દુ:ખી લખિ ભાવ દયાલ કરે હૈં
જીવકો ઘાત ન, જૂઠકી બાત ન, લેહિ અદાત ન, સીલ ધરે હૈ, ગર્વ ગયો ગલ, નાહિં કછુ છલ, મોહ સુભાવસો જોર હરે હૈ" દેહસો છીન હે જ્ઞાનમેં લીન હે ઘાનત સો શિવનારિ વરે હૈં.
પંચમહાવ્રતની આરાધના : જીવંત દૃષ્ટાંતો
વ્રત-સંયમની આરાધના માટે જૈન મુનિરાજોની જગતમાં સર્વત્ર પ્રસિદ્ધિ છે.
આ સદીની શરૂઆતમાં એવા એક મહાપુરુષ થઈ ગયા. બાળપણથી જ વૈરાગ્યવાન અને અભ્યાસી એવા આ મહાપુરુષે ઇ. સ. ૧૯૧૯માં બેલગામ જિલ્લાના યરનાલા ગામે જૈન દીક્ષા ગ્રહણ કરી સર્વ પ્રકારની મમતાનો અને પ્રકારના પરિગ્રહનો ત્યાગ કર્યો અને દિગંબર મુનિ થયા.
આ સમયમાં દિગંબર મુનિઓનો વિહાર વિરલ જ થતો. પરંતુ તેમણે ઉત્તર ભારતનાં અનેક શહેરોમાં પોતે વિહાર કરીને મુનિ-વિહારને ભારતમાં સર્વત્ર સુલભ બનાવ્યો. અહિંસાના સંપૂર્ણ પાલન માટે તેઓ ભૂમિ જોઈને જ ચાલતા. કોઈ પણ વ્યક્તિ કે પ્રાણીનું દિલ દુભાય તેવું કાંઈ જ કરતા નહિ,
* આ પદમાં પહેલી બે પંક્તિઓમાં સાધુના અનિંદકપણાનું, ક્ષમાધર્મનું અને મહાવ્રતોનું વર્ણન છે અને છેલ્લી બે પંક્તિઓમાં અભિમાન, માયા, મોહ અને દેહાસક્તિના નાશ દ્વારા તથા જ્ઞાનમય સમાધિના બળ દ્વારા મોક્ષપ્રાપ્તિનું વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org